એકાઉન્ટન્ટ પાસેથી નકલી પોલીસમેને ૪૦ હજાર ખંખેર્યા

  • December 06, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં હાલ નકલીની બોલબાલા ચાલી રહી છે તાજેતરમાં જ કચ્છમાંથી નકલી ઈડીની ટીમ ઝડપાયા બાદ રાજકોટમાં નકલી પોલીસે યુવાન પાસેથી પિયા ૪૦,૦૦૦ પડાવી લીધા હોવાની ફરિયાદ એ ડવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. એકાઉન્ટન્ટ યુવાન બસ સ્ટેન્ડ પાસે હોટલમાં એકાંત માણવા ગયા બાદ રસ્તામાં આશક છે તે હોટલમાં ખરાબ કામ કયુ છે કહી દોઢ લાખની માંગણી કરી હતી બાદમાં યુવાન પાસેથી પિયા ૪૦,૦૦૦ પડાવ્યા હતા આ અંગે યુવાને જે તે સમયે પોલીસમાં અરજી કરી હતી દરમિયાન પોલીસે આ નકલી પોલીસમેન એવા દૂધસાગર રોડ પર રહેતા શખ્સને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મવડી ગામ પાસેના વિસ્તારમાં ફલેટમાં રહેતા અને લીમડા ચોક પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા ૨૨ વર્ષીય યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટશેનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એકસેસમાં આવેલા અલ્તાફ દિલાવરભાઇ ખેરડીયા(રહે. દુધની ડેરી ઝમ ઝમ પાનવાળી શેરી,રાજકોટ) નું નામ આપ્યું છે
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગત તા. ૨૦-૭-૨૦૨૪ ના રાત્રીના નવ વાગ્યે કાર લઇને બસ સ્ટેન્ડ પાછળ ગયો હતો.ત્યારે અહીં એક યુવતી ઉભી હોય તે ઇશારા કરતા યુવાનને શરીર સુખ માણવાણીઇચ્છા હોય જેથી યુવતીને પુછતા તેણે હોટલ સહિત .૧૫૦૦ કહ્યા હતાં.જેથી યુવાન તેની સાથે અહીં બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટલ મુનમાં ગયો હતો.જયાં યુવતી સાથે એકાંત માણ્યા બાદ હોટલથી બહાર નીકળી કાર લઇને જતો હતો. યુવાન કાર લઇને ભુપખાના ચોક થઇ નાગરિક બેંક ચોક અને ત્યાથી સોરઠીયાવાડી સર્કલ પાસે ૮૦ ફટ રોડ પર જતો હતો ત્યારે રાત્રીના દસ વાગ્યા આસપાસ એકસેસચાલક તેની પાસે આવ્યો હતો અને કારના કાચ ઉતારવાનું કહેતા યુવાને કાચ ઉતારતા આ શખસે કહ્યું હતું કે,હત્પં પોલીસવાળો છુ અને ડી સ્ટાફમાં છુ. હું તારો બસ સ્ટેન્ડથી પીછો કરૂ  છુ તે હોટલમાં છોકરી સાથે ખરાબ કામ કયુ છે.જેથી પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ કહી યુવાનની કારમાં બેસી જઇ તેને ભકિનગર સર્કલની સામે લઇ જઇ કહ્યું હતું કે,બોલ પોલીસ ચોકીએ જવુ છે કે, અહીં વહીવટ પતાવવો છે. તેમ કહી યુવાન પાસે દોઢ લાખની માંગણી કરી હતી.બાદમાં યુવાન પાસે આટલા પૈસા ન સગવડ ન થઇ શકે તેમ હોય અંતે ૪૦ હજારની માંગણી કરી હતી.જેથી યુવાને ૨૦ હજાર એટીએમ પરથી ઉપાડયા બાદ ૨૦ હજાર ગુગલ પે થી આપ્યા હતાં. યુવાને આ અંગે જે તે સમયે સમાજના બદનામીના ડરથી પોલીસમાં માત્ર અરજી કરી હતી.
આ અરજીના આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.જી.બારોડની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.પોલીસે જે હોટલમાં બનાવ બન્યો હતો તે હોટલ અને આસપાસના સીસીટીવી ફટેજ ચકાસતા તેમા આ શંકાસ્પદ શખસ નજરે પડયો હતો.બાદમાં આ ફુટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી.દરમિયાન આરોપી અલ્તાફ ફરી બસ સ્ટેન્ડ આસપાસ આંટાફેરા કરવા આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.બાદમાં ફરિયાદીને બોલાવતા તેણે આ શખસને ઓળખી બતાવ્યો હતો.ત્યાર બાદ યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે રાજયસેવકની ખોટી ઓળખ આપવાનો ગુનો નોંધ્યો છે.પોલીસે આરોપીની આગવી ઢબે સરભરા કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ શખસે આ રીતે અન્ય કોઇને શીકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરી છે.

પિતા હોસ્પિટલમાં દાખલ હોય પૈસાની જરૂરિયાત હોવાથી કૃત્ય આચર્યાનું રટણ
આરોપી અલ્તાફની પોલીસે પુછપરછ કરતા તેણે અવી કબુલાત આપી હતી.જે સમયે આ બનાવ બન્યો તે સમયે તેના પિતા બીમાર હોય હોસ્પિટલમાં દાખલ હોય તેને પૈસાની જરીયાત હોવાથી તેણે આ કૃત્ય આચર્યુ હોવાનું રટણ કયુ હતું.

આરોપી અલ્તાફ સામે મારામારીના ચાર જેટલા ગુના
દુધ સાગર રોડ પર રહેતા અલ્તાફ ખેરડીયા નામના શખસને પોલીસે નકલી પોલીસ બની યુવાન પાસેથી પૈસા પડાવી લેવાના ગુનામાં ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી અલ્તાફ સામે મારામારીના ચાર જેટલા ગુના નોંધાઇ ચૂકયા હોવાનું માલુમ પડયું છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News