રેકર્ડ સાથે ચેડા કરી યુકેના પોર્ટુગીઝ વીઝા મેળવવા કારસ્તાન : તલાટી મંત્રી સહિત 9 આરોપી ઝડપાયા
દ્વારકા પંથકમાં સરકારી રેકર્ડ સાથે ચેડા કરી બનાવટી પાસપોર્ટ આધારે પોર્ટુગીઝ વીઝા મેળવવાના કૌભાંડનો પદર્ફિાશ દ્વારકા એસઓજીની ટીમે કર્યો છે. તલાટી કમ મંત્રી સહિતના નવ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
દેવભુમી દ્વારકા એસપી નિતેશ પાંડેય દ્વારા દ્વારકા જીલ્લામાં બનાવટી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરતા ઇસમો અંગે ચોકકસ માહિતી મળતા જેના આધારે આ દિશામાં કડક કાર્યવાહી કરવા દ્વારકા એસઓજી પીઆઇ પી.સી. સીંગરખીયાને સુચનાઓ કરવામાં આવી હતી જે સુચના અને માર્ગદર્શન આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દેવભુમી દ્વારકા જીલ્લામાં શંકાસ્પદ ઇસમો દ્વારા સરકારી જન્મના રેકર્ડ સાથે ચેડા કરી, ભુતકાળમાં પાડવામાં આવેલ સાચી એન્ટ્રીનો નાશ કરી ખોટી એન્ટ્રીઓ ઉભી કરી આ ખોટી એન્ટ્રીઓના આધારે ગ્રામ પંચાયતોના ઇ-ઓળખ ઓનલાઇન વેબ પોર્ટલમાં ખોટા જન્મના પ્રમાણપત્રો ગુનાહીત હેતુઓને પાર પાડવા બનાવવામાં આવી રહયા હોવાનું ઘ્યાને આવ્યુ હતું આથી એસઓજી દ્વારા તાત્કાલીક અલગ અલગ એન્ગલથી ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવેલ, તપાસ દરમ્યાન વિગતો જણાઇ આવતા જામકલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવમાં આવેલ અને તપાસ તજવીજ હાથ ધરતા ખોટી એન્ટ્રીઓ આધારે બનાવટી દાખલા ઇસ્યુ કરનાર સરકારી કર્મચારી, તલાટી કમ મંત્રી હાર્દિક ભીમશી રાવલીયા રહે. ભાણવડ મંત્રી સોસાયટી, (હાલ ફરજ મોકુફ) મુળ શીવા ગામનાને ધોરણસર અટક કરી પુછપરછ કરતા આરોપીએ પોરબંદર જીલ્લાના દિલીપ મોઢવાડીયાને આ જન્મના પ્રમાણપત્રો કાઢી આપ્યાનું જણાવ્યુ હતું.
ગુનાની તપાસમાં મળેલ માહિતીનું વિશ્ર્લેષણ કરતા આરોપીઓ ચોકકસ મોડસ ઓપરેન્ડીથી ઓર્ગેનાઇઝ સિન્ડીકેટ ચલાવતા હોવાનું ઘ્યાને આવેલ જેમાં સૌ પ્રથમ યુકે જવા ઇચ્છુક વ્યકિતઓની પસંદગી કરી યુકેમાં પોર્ટુગીઝ નાગરીકતા ધરાવતા ઇસમો સાથે સંપર્ક કરી નાણાકીય લેવડ-દેવડ કરી તેઓના ડોકયુમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો, પાસપોર્ટ માટે એપ્લીકેશન કરનાર વ્યકિતનું ફર્સ્ટ નેઇમ રાખવામાં આવતું, એ સિવાય માતા-પિતાનું નામ બદલાવી પોર્ટુગીઝ વાલી તરીકે બતાવી જન્મના ખોટા પ્રમાણપત્રો બનાવી લેવામાં આવતા હતા.
જેમાં તેની ઉમર 21 વર્ષથી ઓછી રાખવામાં આવતી જેથી માઇનોર તરીકે વીઝા મેળવવામાં સરળતા રહે આ વિગતો આધારે આધારકાર્ડમાં એડીટીંગ કરી નામ, સરનામા બદલાવી નાખતા અને વલસાડ, દમણ અને સુરતના એજન્ટો મારફતે તમામ કામ કરી આપવામાં આવતું, બાદ બનાવટી પાસપોર્ટ બની જતા પોસ્ટ મારફતે અગાઉ નિયત કરેલ સ્થળે આવે ત્યારે મેળવી લઇ અરજદાર સુધી પહોચાડવા અંગે સુવ્યવસ્થીત કૌભાંડ આચરવામાં આવી રહયુ હતું.
તપાસ દરમ્યાન આ કૌભાંડ સાથે સંકળાયેલ આરોપીઓ પોરબંદર, સુરત, દમણ અને વલસાડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે જેની પુછપરછ દરમ્યાન પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યુકે જવા ઇચ્છુક વ્યકિતઓ પોરબંદરમાં રહેતા પાસપોર્ટ એજન્ટ દિલીપ મોઢવાડીયા અને તેના સબંધી આશિષ ઓડેદરાનો સંપર્ક કરતા જેમાં આશિષ વલસાડ, દમણના એજન્ટોના સંપર્કમાં હોય અને રાયદે રાણા ઓડેદરા પોર્ટુગીઝ નાગરીકોના દસ્તાવેજો-પાસપોર્ટ બનાવવા માટે જરી માહિતી મેળવી લેતો.
ત્યારબાદ તલાટી મંત્રી હાર્દિકનો સંપર્ક કરતા અને અરજદરનું નામ, માતા-પિતા માઇનોર, જન્મતારીખમાં ફેરફાર કરતા એ પછી તલાટી મંત્રી પોતાની સરકારી ફરજનો ગેરઉપયોગ કરી જન્મ-મરણ નોંધ રજીસ્ટરમાં જુની નોંધ કોઇપણ રીતે હટાવીને નવી એન્ટ્રી કરતો અને સત્તાની એ ઓનલાઇન વેબપોર્ટલમાં ખોટા પ્રમાણપત્રો જનરેટ કરી પોતાની સહીઓ કરી ખોટા જન્મ પ્રમાણપત્ર પુરા પાડતો, ત્યારબાદ પોરબંદરના શખ્સો, એજન્ટ પ્રતિક ટંડેલને જન્મતારીખનો દાખલો મોકલાવી આપતા અને પ્રતિક પાસપોર્ટ કઢાવવા આધારકાર્ડની પણ જરીયાત હોય તેના સબંધીના ગ્લોબલ સાયબર કેફેના સંચાલક નિહલ ટંડેલ મારફતે એડીટીંગ કરાવી બનાવટી કાર્ડ બનાવી અને તમામ દસ્તાવેજ વલસાડ પાસપોર્ટ એજન્ટ ભાવેશ પંચાલને સોપી આપતો, ભાવેશ દ્વારા પાસપોર્ટ વિભાગની વેબસાઇટ પર આ બનાવટી ડોકયુમેન્ટ અપલોડ કરી પ્રોસેસ ઝડપી કરવા સુરતના એજન્ટ રીકેશ શાહ અને પિનાકીન રાણાની મદદ લેતો આ બનાવટી પાસપોર્ટ પ્રતિક મારફતે કુરીયર કરી આશિષ અને દિલીપને મોકલી આપતો હતો. આ પાસપોર્ટ એજન્ટો દ્વારા બનાવટી પાસપોર્ટ ધારક જયારે પોર્ટુગીઝ તરીકે વીઝા માટે એપ્લીકેશન કરે ત્યારે પુછપરછ દરમ્યાન કરવામાં આવતા સવાલો અંગે અગાઉથી પ્રીપરેશન કરવામાં આવતુ હતું.
તપાસ દરમ્યાન આરોપી શોધવા અને કડીઓ મેળવવા માટે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવેલ અને ઇમેલ આઇડી શોધવામાં આવેલ, તેમજ કોના દ્વારા ઓપરેટ થાય છે એ માહિતી મેળવવામાં આવેલ જેના અભ્યાસમાં શંકાસ્પદ ઇસમોનું લીસ્ટ કરી પદર્ફિાશ કરવામાં આવ્યો છે.
બનાવટી પાસપોર્ટ બનાવવાનો હેતુ...
1960માં દમણ આઝાદ થયેલ જેથી સને 1960 સુધી દમણ, દીવ અને ગોવામાં રહેનારા લોકોના પાસપોર્ટ પોર્ટુગીઝ હતા જેથી આ લોકો સહેલાઇથી પુરોપ, ઇંગ્લેન્ડ જઇ શકતા હતા અને તેઓને પુરોપ કે ઇંગ્લેન્ડની નાગરીકતા સહેલાઇથી મળી જતી હોય તેઓને સેટલમેન્ટ લેટર મળતો જે લેટર આધારે તેમના પતિ, પત્ની, પુત્ર, પુત્રીઓ તથા પરપૌત્રને પણ યુરોપ કે ઇંગ્લેન્ડ બોલાવી શકતા હતા, જેથી જેઓને ઇંગ્લેન્ડ (યુકે) જવું હોય અને ત્યાં સ્થાઇ થવું હોય તો ઇંગ્લેન્ડ (યુકે) માં રહેનારા પોર્ટુગીઝ લોકોને મોટી રકમ આપી, પોર્ટુગીઝ લોકો માતા-પિતા, દાદા-દાદી, નાના-નાની બની વિઝા મોકલતા હતા અને તે આધારે પાસપોર્ટ બનાવવાનો બનાવટી જન્મનો દાખલો, આધારકાર્ડ બનતા અને તેમનો બનાવટી પાસપોર્ટ ઇસ્યુ થતો હતો જેથી ઇંગ્લેન્ડ (યુકે) જનારને આરામથી વિઝા મળી રહે અને થોડા સમય બાદ ત્યાંથી નાગરીત્વ મળી રહે છે. આ રીતે તમામ અટક કરવામાં આવેલ આરોપીઓનો હેતુ પોતાનો આર્થિક લાભ મેળવવાનો જણાઇ આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમીન માર્ગ ઉપર વિધાકુંજ રોડ નજીક ગોવર્ધન સોસાયટીમાં બંગલોના બે નળ કનેકશન કટ કર્યા
December 12, 2024 03:54 PMમુખ્યમંત્રીના હસ્તે ખાતમુહર્ત પછી પણ રાજકોટ જિ.પં.નું આખું બિલ્ડિંગ તોડી નહીં શકાય
December 12, 2024 03:53 PMમહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ તથા ગુના કન્ટ્રોલ પર વિશેષ ફોકસ રહેશે: એસપી હિમકર સિંહ
December 12, 2024 03:51 PMઅટલ સ્માર્ટ સિટીનું કાલે સીએમના હસ્તે લોકાર્પણ
December 12, 2024 03:49 PMISROને મળી મોટી સફળતા, C20 ક્રાયોજેનિકે સફળતાપૂર્વક પરીક્ષણ પાસ કર્યું
December 12, 2024 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech