ધ્રોલ પંથકમાં નકલી ઘીની માયાજાળ

  • November 11, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિર્ભર તંત્રના નાક નીચે ચાલતો કારોબાર

દિપાવલીના તહેવારોમાં મીઠાઇની માંગ વધવાના લીધે સમગ્ર ધ્રોલ પંથકમાં કમાઇ લેવાની લુચ્ચી લાલચે નકલી ઘીના કારોબાર ધમધમી રહ્યા છે અને નિર્ભર તંત્ર કાર્યવાહી કરી રહ્યું નથી.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારોમાં નકલી વસ્તુઓ લોકોને ન પહોંચે તે માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં સમગ્ર ધ્રોલ પંથકમાં નકલી ઘીનું વેંચાણ બેરોકટોક ચાલી રહ્યું છે, ધ્રોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં નકલી ખાદ્ય ચીજવસ્તુઓનું બેફામ વેંચાણ કરવામાં આવી રહ્યું છે અને ભેળસેળીયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે, આ પ્રકારની થોકબંધ ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે.
તાજેતરમાં જામજોધપુર ખાતે નકલી ઘીનો કારોબાર ઝડપાયો હતો, હજુ તેની શાહી સુકાઇ નથી, ધ્રોલ શહેર તથા આસપાસના ગામોમાં નકલી ઘીનો કારોબાર ચાલી રહ્યો છે, ધ્રોલમાં ર૦૦ થી રપ૦ રુપિયા કીલો નકલી ઘીનું બેફામ વેચાણ થઇ રહ્યું છે, જેને અસલી સ્વરુપ દેખાડવામાં આવી રહ્યું છે, આરોગ્ય તંત્ર આ બાબતે કડક પગલા લ્યે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
દિવાળીના પર્વમાં વધુ કમાઇ લેવાની લાલચે બેફામ ઘીમાં ભેળસેળ કરી વેંચાણ કરવામાં આવી રહ્યું છે, લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે, લોકોને દેખાઇ છે પરંતુ તંત્રને આ નકલી ઘી દેખાતું નથી, તેથી લોકોમાં અચરજ જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application