જાફરાબાદમાં ૨૫ દિવસ પૂર્વે પકડાઇને જામીન મુકત થયેલો બોગસ ડોકટર ફરી ઝડપાયો

  • December 17, 2024 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાફરાબાદમાંથી મકાનમાં દવાખાનું ઉભું કરી કોઈપણ જાતની ડિગ્રી વગર ડોકટર બની સારવાર આપી માનવ જિંદગી સાથે ચેડાં કરતો બોગસ ડોકટર પકડાયો છે. પોલીસે મેડિકલને લગતા સાધનો, દવાઓ સહીત .૨૧,૬૩૪નો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા બોગસ તબીબને ૨૫ થી ૩૦ દિવસ પૂર્વે જાફરાબાદ મરીનએ પકડી પાડો હતો પરંતુ જામીન લાયક ગુનો હોવાથી છૂટી જતા ફરી ધીકતો ધંધો શ કર્યેા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ અમરેલી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ યુવરાજસિંહ સરવૈયાને ચોક્કસ બાતમી મળી હતી કે, જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં ડોકટર કોઈ પણ જાતની ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે જાફરાબાદના મેડિકલ ઓફિસર અને ટીમને સાથે રાખી દવાખાનામા રેઈડ કરતા ત્યાં ડોકટર તરીકે હાજર વ્યકિતનું નામ પૂછતાં પોતાનું નામ મુખત્યારહત્પશેન ગુલામહત્પસેન શેખ (ઉ.વ.૬૪–રહે–જાફરાબાદ લાઈટ હાઉસ)નો હોવાનું જણાવતા મેડિકલ ઓફિસરની ટીમે શખ્સ પાસેથી મેડિકલ પ્રેકિટસ અંગેની ડિગ્રીઓના પ્રમાણપત્ર માગતા તે ન હોવાનું તેમજ બાયોમેડિકલ વેસ્ટર્ન નિકાલ માટેની કોઈ વ્યવસ્થા પણ ન હોવાનું ખુલતા એસઓજીની ટીમે બોગસ ડોકટરને ઝડપી લઇ મેડિકલને લગતા સાધનો, દવાઓ સહીત .૨૧૬૩૪નો મુદામાલ કબ્જે કરી મેડિકલ ઓફિસર ડો.ભગીરથ વાઘની ફરિયાદ પરથી જાફરાબાદમરીન પોલીસએ ગુનો નોંધી આગળની તપાસ જાફરાબાદ મરીન પોલીસ મથકના પીએસઆઈ આર.એચ. રતન ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાજેતરમાં બોગસ ડોકટરોને ડિગ્રી આપવાનું મોટું રેકેટ સામે આવ્યું હતું. આમ રાયમાં વખતો વખત કોઈ પણ ડિગ્રી વગર પ્રેકિટસ કરી માનવ જિંદગી સાથે ખેલવાડ કરતા બોગસ ડોકટરો પકડાઈ રહ્યા છે અને જામીન પર છૂટીને ફરી પોતાના દવાખાના શ કરી લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે. આવા બોગસ ડોકટરો સામે સરકાર દ્રારા આકરી કાર્યવાહી કરવામાં આવે તો જ આવા તબેલા બધં થઇ શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application