શહેરમાં ખોરાકમાં ભેળસેળનું પ્રમાણ સતત વધી રહ્યું છે અગાઉ કોર્પેારેશન દ્રારા બનાવટી પનીરના કારસ્તાનનો પર્દાફાશ કરવામાં આવી ચુકયો છે ત્યારે હવે શહેર પોલીસે પણ ખાધ પદાર્થેામાં થતી ભેળસેળ સામે લાલ આખં કરી છે. રાજકોટ એસઓજીની ટીમે ૧૫૦ ફત્પટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે આવેલા ગુજરાત ફત્પડસ નામની ફેકટરીમાં દરોડો પાડી અહીંથી ૮૦૦ કિલો પનીરનો શંકાસ્પદ જથ્થો કબજે કર્યેા હતો. હાલ આ પનીરનો જથ્થો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઈ એન.એચ.હરીયાણી તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એવી માહિતી મળી હતી કે, ૧૫૦ ફત્પટ રીંગરોડ પર શીતલ પાર્ક પાસે હિંમતનગર–૬માં આવેલા ગુજરાત ફત્પડસ નામની ફેકટરીમાં શંકાસ્પદ પનીરના જથ્થાનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે જેથી આ માહિતીના આધારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અનોપસિંહ તથા યોગરાજસિંહ સહિતના સ્ટાફે પીએસઆઈ હરીયાણીની રાહબરીમાં અહીં ગુજરાત ફત્પડસ નામની આ ફેકટરીમાં દરોડો પાડયો હતો.
પોલીસે અહીં દરોડા દરમ્યાન ફેકટરીમાંથી ૮૦૦ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો, ૨૧ ગેસના બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આ ફેકટરી સાધુ વાસવાણી રોડ પર રહેતા હાદિર્ક ઘનશ્યામભાઈ કારીયા ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સુત્રોમાંથી જાણવા મળેલી વિગત મુજબ અહીં પામ તેલની ભેળસેળ કરી પનીર બનાવવામાં આવતું હોવાનું માલુમ પડયું છે જે આરોગ્ય માટે ખુબ જ હાનીકારણ ગણાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંસદભવનમાં થયેલી મહાપુષ વિષેની અભદ્ર ટીપ્પણી સામે આક્રોશ
March 29, 2025 03:53 PMઉદ્યોગનગરના રેલ્વેટ્રેક પાસે પાણીના નિકાલ માટે પાઇપ નહી મોટું બોકસ કલવર્ટ બનાવો
March 29, 2025 03:52 PMપોરબંદર અને વિસાવાડામાં ગુમ થયેલ બે મોબાઇલ પોલીસે શોધી આપ્યા
March 29, 2025 03:50 PMછ હજાર શહેરીજનોએ મેળા મેદાનમાં રચી ‘વુમન પાવર’માનવ સાંકળ
March 29, 2025 03:49 PMરતનપર નજીક ઝુરીઓમાં રાબેતા મુજબ ફરી એક વખત શનિવારે લાગી આગ!
March 29, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech