કંપનીએ વિમો આપવાની ના પાડતા મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રૂા. ૫૧,૯૭૫/- ૬ ટકાના વ્યાજ સાથે તારીખ ૩-૮-૨૦૨૩થી ચુકવવાનો ગ્રાહક અદાલતે આદેશ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, નાનીવાવડીના વતની પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તા. ૨૪-૯-૨૦૨૨ના રોજ રાત્રે કામ પરથી ઘરે પરત ફરી પોતાની શેરીમાં રાખેલું બાઈક ચોરી થયું હતું. જે અંગે તેના બાઈકની વીમા કંપની એચડીએફસી એરગો જનરલ ઈન્સ્યુરન્સ સમક્ષ વીમા વળતર મેળવવા કાર્યવાહી હાથ ધરતા વીમા કંપનીએ વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ હોવાનું જણાવી વીમા વળતર ચૂકવવા ઇનકાર કરી દીધો હતો. આથી તેમણે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. તેમાં અરજદાર વતી થયેલી રજૂઆતો દલીલો ધ્યાને લઇ કોર્ટે જણાવેલ કે ફરિયાદીએ વાહન ચોરાયું ત્યારે તાત્કાલીક જે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ, પરંતુ પોલીસ ખાતાએ ત્યારે એવું જણાવેલ કે સાત આઠ દિવસ રાહ જુઓ, વાહન મળી જશે માટે ગ્રાહકનો કોઈ દોષ નથી. આ બાબત જાણતા હોવા છતાં વીમા કંપનીએ કલેઈમ નકારી દીધો છે તે વીમા કંપનીની સેવામાં ખામી છે, માટે વીમા કંપનીએ ગ્રાહકને રૂા. ૫૧,૯૭૫/- ૬ ટકાના વ્યાજ સાથે ફરિયાદની તા. ૩- ૮- ૨૦૨૩થી ચુકવવા અને ફરિયાદીને રૂા. ૫૦૦૦/- ખર્ચના આપવા તેવો ચુકાદો આપેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech