પોરબંદર તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાયેલા લોકોને સુવિધાઓ આપવામાં આવી રહી

  • August 30, 2024 04:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 પોરબંદર જિલ્લામાં ૧૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર થયુ છે.
ગામડામાંથી ૩૬૪ લોકોનું સ્થળાંતર
પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે પવન ફૂંકાવાની સાથે વરસાદી માહોલ છે. પોરબંદર તાલુકા વિકાસ અધિકારી આર.પી. મકવાણાએ જણાવ્યું છે કે, પોરબંદર તાલુકાના સાત ગામોમાં નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ૩૬૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું છે. આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં સ્થળાંતરીતોને આશ્રય અપાયો છે.
 સ્થળાંતરીઓને સવારે ચા-પાણી, નાસ્તો અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા દાતાઓ અને ગ્રામ પંચાયત મારફત કરવામાં આવી છે. સતત તલાટી મંત્રી તથા સરપંચના સંપર્કમાં છીએ અને ડિઝાસ્ટર વિભાગના સંકલનમાં રહી રાહત કામગીરી કરી રહ્યા હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. 
શહેરી વિસ્તારમાં અંદાજે ૭૦૦ લોકોનું સ્થળાંતર
પોરબંદર-છાંયા નગરપાલિકામાં ફરજ બજાવતા આરતીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા ૯ સ્થળોએ આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે. અંદાજે ૬૯૧ જેટલા સ્થળાંતર કરેલા આશ્રિતોને આશ્રય આપવામાં આવ્યો છે. જે તમામ લોકોને સવારે ચા-નાસ્તો અને બપોરે તથા સાંજે ભોજન આપવામાં આવે છે. નગરપાલિકા, સહયોગી સંસ્થા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીત કરેલા લોકોના સ્વાસ્થ્યની ચકાસણી પણ આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે. આ કામગીરી માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ટીમવર્ક કરવામાં આવેલ છે. સંસ્થાઓનો પણ તંત્રને સહયોગ મળી રહ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application