સવારના પહોરમાં જ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થયા ડાઉન

  • May 15, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પ્લેટફોમ્ર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આજે સવારે ડાઉન થઈ જવા ને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જો કે બધા સાથે આવું નથી થઈ રહ્યું. પરંતુ કેટલાક યુઝર્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. ફેસબુકમાં સમસ્યા બુધવારે સવારે ૭ વાગ્યાની આસપાસ નોંધવામાં આવી છે. યુઝર્સનાં એકાઉન્ટ જાતે જ લોગઆઉટ થઈ રહ્યા છે.

માહિતી મળી છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત મેટા એપ્લિકેશન ડાઉન છે, પરંતુ એ સમસ્યા તમામ યુઝર્સ માટે નથી. એવા સંકેત મળ્યા છે કે ન્યુયોર્ક અને કેલીફોર્નીયાની આસપાસ કેન્દ્રિત આઉટેજને કારણે મેટા સર્વિસીસ બધં થઈ ગઈ છે. દેશભરમાં નાના–નાના આઉટેજના સંકેત મળ્યા છે કે આ એક સર્વર–સાઈડ સમસ્યા હોઈ શકે છે, જેનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ.

ડાઉનડિટેકટરે છેલ્લા કેટલાક કલાકોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને અન્ય મેટા સર્વિસીસમાં સમસ્યાનો સામનો કરવાનાં અહેવાલ નોંધ્યા છે. ઘણા યુઝર્સે જણાવ્યું છે કે મેસેજવાળું ડિસ્પ્લે પેજ નથી આવી રહ્યું. આ સાથે એકસ (અગાઉના ટિટર) પર લોકોએ પણ ફરિયાદ કરી છે કે તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ નથી કરી રહ્યું.એકસ પર હેશટેગ ફેસબુક ડાઉન પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે ફેસબુક તરફથી કઈં કહેવામાં આવ્યું નથી

માર્ચમાં પણ આવી હતી આ સમસ્યા
માર્ચમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડો હતો. આ સમય દરમિયાન, મેટા પ્લેટફોમ્ર્સની સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ગડબડી થઈ હતી. અમેરિકા, યુરોપ, બ્રિટન અને એશિયાના ઘણા ભાગોમાંથી ફરિયાદો આવી હતી. યુઝર્સે જણાવ્યું હતું કે તેઓ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. યુઝર્સ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, લાખો લોકો એકસ પર ગયા હતા અને તેમની સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી. ડાઉન ડિટેકટરે આ વિશે જણાવ્યું હતું. જણાવી દઈએ કે ડાઉન ડિટેકટર દુનિયાભરમાં આવી ટેકનિકલ સમસ્યાઓ પર નજર રાખે છે. માર્ચની શઆતમાં પણ આવી જ સમસ્યાઓ આવી હતી અને મેટા પ્લેટફોર્મની સોશિયલ મીડિયા એપ્સ ક્રેશ થઈ ગઈ હતી. એપ્સ આપોઆપ લોગ આઉટ થઈ ગઈ હતી, જેના કારણે લોકો લોગઈન કરી શકતા ન હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application