એફ.આર.સી. નાબૂદ કરવાની શાળા સંચાલકોની માગની સામે વિરોધ

  • February 12, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં રાજ્યના 4 ઝોનમાં ફી રેગ્યુલેશન કમિટીની રચના કરવામાં આવી હતી.રાજ્ય સરકારના પ્રાથમિકમાં 15 હજાર, માધ્યમિકમાં 27 હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં રૂ.30 હજારના ફી નિયત કરી હતી.
હાલ રાજકોટ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન અને શિક્ષણવિદ સિવાયના 3 સભ્યોની જગ્યા છેલ્લા 3 માસથી ખાલી છે, ત્યારે હવે ફી રેગ્યુલેશન કમિટી નાબૂદ કરવા માટે શાળા સંચાલકોની માગ ઉઠી છે. દરમિયાન રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળના પ્રમુખે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ટકાવારી મુજબ ફિક્સ ફી વધારો કરવા માટે સૂચન કર્યુ છે.આ બાબતે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા જ અમે મતલબ વગરની કમિટીનુ વિસર્જન કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી અને આ બાબતે અમે ગુજરાત વિધાનસભામાં ખાતે જઈ કોંગ્રેસના નેતાઓને આ ગંભીર બાબતોનું ધ્યાન દોરી સરકારને રજુઆત કરવા માંગ કરી હતી.તેઓએ જણાવ્યું હતું કે આ કમિટી સ્કૂલોને ગમે એટલી ફી ઉઘરાણા કરવા માટેનું પરવાનો આપતી હતી જેથી વિદ્યાર્થીઓના વાલીઓ ફી વધારાનો વિરોધ કરી શકતા હતા ન હતા. ફી રેગ્યુલેશન કમિટી જે તે શાળાનું બિલ્ડિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, વિદ્યાર્થીઓને ભણતરમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી સહિતની બાબતોમાં ડોક્યુમેન્ટ્સને આધારે શાળાની ફી નક્કી કરતી હોય છે જેથી સ્કૂલોને ફી વધારો કરવા માટે મોટા ખોટા ખચર્ઓિની માહિતીનો રિપોર્ટ આપી, કમિટીમાં પૈસા ખવડાવ્યા બાદ જ વધારો મળતો હતો.તેઓએ જણાવ્યું હતુ કે સ્કૂલ સંચાલકો આ કમિટીની ભ્રષ્ટ નીતિરીતિથી કંટાળ્યા બાદ હવે સમજાયા બાદ માંગ કરવા નીકળ્યા છે. આ માંગ સીધો મતલબ એ થયો કે આ કમિટીમાં કરવી પડતી પ્રક્રિયા માત્ર દેખાડો (ફોર્મિલિટી) હતી અને જે સ્કૂલ જેટલો ફી વધારો માંગતી એટલો મંજુર કરી જ દેતી હતી. .રાજ્યના વાલીઓને આટલા વર્ષ ગેરમાર્ગે દોરી સ્કૂલોને ફીની ઊંઘાડી લૂંટ ચલાવવા મંજૂરી આપીને હવે આ તમામ કમિટીઓને રગડધગડ પડતી મૂકી દેવી કેટલી યોગ્ય ? તેઓએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર આ કમિટીની તત્કાલ નાબુદી કરી અન્ય રાજ્યોના એજ્યુકેશન મોડલ અનુસરીને સ્કૂલોમા ફી વધારા માટે કોઈ પારદર્શકતાભયર્િ ચોક્કસ નિયમો અને પોલીસી બનાવે. જે નિયમો એવા હોવા જોઈએ કે કોઈ શૈક્ષણિક સંસ્થાના નામે વેપલો કરી ના શકે,ભ્રષ્ટચારવિહીન આ વહીવટી પ્રક્રિયા હોય,શિક્ષણમાં સમાનતા જળવાઈ રહે અને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારનો બાળક ઉચ્ચ કવોલિટીનુ શિક્ષણ મેળવી શકે તેવા કોઈ નવા નિયમો બનાવવા જોઈએ તેવુ તેની યાદીમાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application