જમીન પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવા એન્ટી લેન્ડ ગ્રેબિંગ એકટ અમલમાં લાવવામાં આવ્યો છે. પરંતુ કેટલાક શખસો આ કાયદાનો દુપયોગ કરી રહ્યા હોય તેવું સામે આવ્યું રહ્યું છે ત્યારે તેની સામે કડક પગલાં લેવાના શ થઈ ચૂકયું છે. જેતપુરમાં જમીન પર દબાણ મામલે જેતપુરના શખસે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી. જેમાં બાદમાં ફરિયાદ પણ દાખલ થઈ હતી. જેના વિદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી તેણે આધાર પુરાવા રજૂ કરતા પ્રાંત અધિકારીને રેકર્ડની પુન: ચકાસણી કરવા જણાવાતા ફરી ચકાસણી દરમિયાન અગાઉ ફરિયાદ કરનારે ખોટા રેકર્ડ રજૂ કર્યા હોવાનું સામે આવતા મામલતદાર દ્રારા જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં આ શખસ સામે ખોટા રેકર્ડ ઊભા કરવા તેમજ સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર મામલતદાર મહેશકુમાર બાવાભાઈ પટોળીયા દ્રારા જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં જેતપુરમાં જ રહેતા રાધાગૌરી દિનેશકુમાર રાદડિયાનું નામ આપવામાં આવ્યું છે.
મામલતદારએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગત તા. ૧૬૩૨૦૨૪ થી અહીં જેતપુરમાં શહેર વિસ્તારમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે ગત તારીખ ૫૮ ૨૦૨૪ ના આરોપી રાધાગૌરી રાદડિયા દ્રારા જેતપુરમાં સર્વે નંબર ૮૫૩ પૈકી વાડી જમીન બાબતે ભૂષણ કરસનદાસ જોગી સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબધં અધિનિયમ ૨૦૨૦ હેઠળ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે અંગે સમિતિની બેઠકમાં સામાવાળા એટલે કે ભૂષણ જોગી સામે એફઆઇઆર દાખલ કરવા કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બાદમાં સામાવાળા ભૂષણ કરસનદાસભાઈ જોગી દ્રારા અલગ–અલગ અરજીઓ કરી રાધાગૌરી રાદડિયા દ્રારા સવાલવાળી જમીનમાં પ્લાન રજૂ કરી ખોટી માહિતી રજૂ કર્યા બાબતેની રજૂઆત કરી હતી. જેથી કમિટીમાં તારીખ ૧૮૬૨૦૨૪ ના રોજ યોજાયેલ સમિતિમાં પ્રાંત અધિકારીને રેકર્ડ આધારિત પુન: ચકાસણી કરી સાત દિવસમાં અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારી ગોંડલના તારીખ ૨૪૬ ૨૦૨૪ ના અહેવાલ અનુસાર જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના તારીખ ૯૬૭૭ થી મંજૂર થયેલા લેઆઉટ પ્લાન્ટ તથા રાધાગૌરી રાદડિયાએ કરેલી અરજી અંતર્ગત રજૂ થયેલા લેઆઉટ પ્લાનમાં વિસંગતતા હોય જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવતા મામલતદાર દ્રારા આરોપી રાધાગૌરી રાદડિયા વિધ્ધ ખોટું રેકર્ડ ઊભું કરી સરકારી કમિટીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવા અંગે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સામે આઇપીસીની કલમ ૪૬૫,૪૬૭,૪૭૧,૧૯૩,૧૯૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech