રાહુલ ગાંધી વિરૂધ્ધ બકવાસ કરતા ભાજપના નેતાઓ સામે એફ.આઇ.આર. નોંધો: પોરબંદર કોંગ્રેસ

  • September 21, 2024 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાહુલ ગાંધી વિ‚ધ્ધ વારંવાર બકવાસ કરતા અને ખુલ્લેઆમ ધમકી આપતા ભાજપના નેતાઓ  સામે એફ.આઇ.આર. નોંધવા પોરબંદર કોંગ્રેસે માંગ કરી છે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ ઓડેદરા સહિત ટીમ કોંગ્રેસ દ્વારા પોરબંદરના કમલાબાગ પોલીસમથકના ઇન્સપેકટર રાજેશભાઇ કાનમીયાને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ જેમાં જણાવાયુ હતુ કે બી.જે.પી. નેતા તરવિન્દરસિંહ મારવાહએ તા. ૧૧-૯-૨૦૨૪ના રોજ, ભાજપના એક કાર્યક્રમમાં વિપક્ષના તેના રાહુલ ગાંધીને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી બાઝ આજા, નહીં તો આનેવાલે ટાઇમ મેં તેરા ભી વહી હાલ હોગા જો તેરી દાદી કા હુઆ’ શ્રીમતી ઇન્દિરા ગાંધીની જેમ હત્યાની ધમકી આપી હતી.
સંજય ગાયકવાડ, ધારાસભ્ય શિંદે સેના (મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી) તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ જાહેરમાં ૧૧ લાખ ‚ા.ના ઇનામની જાહેરાત કરી. જે કોઇ વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જેમ જીભ કાપશે તેને ૧૧ લાખ ઇનામ આપીશ.
રેલ્વે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ તા. ૧૫-૯-૨૦૨૪ના રોજ,  મીડિયા સાથે જાહેરમાં વાત કરતી વખતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ‘દેશનો નંબર વન આતંકવાદી’ કહ્યો. બિટ્ટુએ હિંસા ભડકાવવા અને શાંતિ ભંગ કરવાના ઉદેશ્ય સાથે ગાંધી વિ‚ધ્ધ જાહેરમાં નફરત અને આક્રોશ ભડકાવવા માટે જાણી જોઇને નિવેદન આપ્યું હતુ. આ નિવેદનનો ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા  પર વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. 
એ જ રીતે તા. ૧૬-૯-૨૦૨૪ના રોજ ભાજપના નેતા અને યુપીના મંત્રી રઘુરાજસિંહે પણ જાહેરમાં કહ્યું કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી ‘ભારતના નંબર વન આતંકવાદી’ છે.
ભાજપના વિવિધ  નેતાઓ અને તેના સાથી પક્ષો દ્વારા જારી કરેલા ઉપરોકત નિવેદનો, ધમકી રાહુલ ગાંધીની હત્યા અને / અથવા શારીરિક ઇજા અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા, ભાજપ, એન.ડી.એ. ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે.
રાહુલ ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરતથી ભરેલી ટીપ્પણીઓ દ્વારા સામન્ય જનતામાં અશાંતિ ફેલાવવા, રમખાણો ભડકાવવા, શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્ેશ્યથી કરવામાં આવે છે. રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ, યુવાનો , અનુસૂચિત જાતી સમાજના લોકો અને અન્ય હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગો વગેરેને લગતા મુદાઓ સતત ઉઠાવી રહ્યા છે અને આવા જાહેર કેન્દ્રીય મુદાઓને ઉકેલવામાં ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે. જો કે, તે ભાજપ અને તેના સાથીપક્ષોને ગમતુ નથી, તેથી ઉપરોકત નામવાળી વ્યક્તિઓને ભારતના વિરોધપક્ષના નેતા પર આવી નફરત ભરેલી ટીપ્પણીઓ કરવા માટે નિયુકત કરવામાં આવ્યા છે.
વધુમાં, ઉપરોકત ઘટનાઓ દ્વારા, ભાજપ, તેના સાથી પક્ષોના નેતાઓ, વિપક્ષના નેતાની સલામતી અને સુરક્ષાને જોખમમાં નાખવાનો ઇરાદો ધરાવે છે. તેમજ સમગ્ર દેશમાં જાહેર શાંતિને ખલેલ  પહોંચાડવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને કેટલાક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અપકૃત્ય કરી રહેલ છે.
ઉપરોકત નામવાળી વ્યક્તિઓએ ઉપર વર્ણવ્યા મુજબ માત્ર નિવેદનો જ આપ્યા નથી, પરંતુ તેમના સહયોગીઓ દ્વારા, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ગુનાહિત  નિવેદનો ફેલાવ્યા હતા. તેમજ જાણ જોઇને ઉશ્કેરણી પેદા થાય તેવું કામ કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આથી ગુનેગારો સામે બી.એન.એસ, ૨૦૨૩ની સંબંધિત જોગવાઇઓ હેઠળ એફ.આઇ.આર. કોઇપણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નોંધવામાં આવે તે  આવશ્યક છે.
ઉપરોકત ઉપરાંત, એવું પણ જણાવવામાં આવ્યુ છે કે ભારતના વિરોધપક્ષના નેતાને ‘આતંકવાદી’, ‘નંબર વન આતંકવાદી’ વગેરે કહેવાથી તેમની પાસેના જાહેર હોદ્ાનું નુકસાન થાય છે. એટલું જ નહી, ઉપરોકત નામવાળી વ્યક્તિઓ જાણી જોઇને રાહુલ ગાંધીને  અવરોધવાનો પ્રયાસ કરે છે. રાહલગાંધી તેમની જાહેર ફરજો નિભાવે છે. એટલે કે દેશના વિરોધપક્ષના નેતા તરીકે હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગના મુદ્ાઓ અને વર્તમાન સરકારની નિષ્ફળતાઓ ઉઠાવે છે.
ગુનાહિત ધાકધમકી, જાહેર દુષ્ટતાના  ઉપરોકત ઇરાદાપૂર્વકના અને સારી રીતે વિચારેલા કૃત્યો એ ભાજપ/ એન.ડી.એ.ના  નેતાઓ દ્વારા એલ.ઓ.પી. રાહુલ ગાંધી વિ‚ધ્ધ સામાન્ય લોકોમાં દુશ્મનાવાટ, શાંતિનો ભંગ, આક્રમકતા, નફરત અને દુષ્ટતા ઉભી કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો છે. ભાજપ અને તેના સાથીપક્ષોના નેતાઓ ભાજપ, એન.ડી.એ.ના ટોચના પદાધિકારીઓની સૂચના પર આ  ગુનાહિત  પ્રવૃત્તિ કરે છે.
ઉપરોકત હકીકત જોતા, ઉપરોકત નામવાળી વ્યક્તિઓએ સત્તાધારી ભાજપ અને સાથીપક્ષો સાથે મળી કાવતરુ કરેલ છે. ઉપરોકત કૃત્યો કરવા માટે અન્ય જાણીતા, અજાણ્યા સહયોગીઓ સાથે સુનિયોજીત કાવત‚ ઘડયુ હતુ, તદઅનસાર હું તમને ઉપરોકત નામવાળી વ્યક્તિઓ અને તેમના સહયોગીઓ વિ‚ધ્ધ વહેલામાં વહેલી તકે બી.એન.એસ.ના ૩૫૧, ૩૫૨, ૩૫૩, ૬૧ હેઠળ એફ.આઇ.આર. નોંધવા વિનંતી કરુ છું.
ફરીયાદની વિગતો પ્રચાર માધ્યમ અને સોશિયલ મીડિયામાં મને જાણમાં આવતા વિના વિલંબે ફરિયાદ આપુ છુ. મારી આ ફરિયાદ એફ.આઇ.આર. તરીકે અત્યારે જ દાખલ કરવા માટે પોરબંદર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application