પોરબંદરમાં ચક્ષુદાનની પ્રવૃત્તિ વેગવંતી બની છે અને માત્ર સોળ મહિનાના સમયમાંજ ૧૧૮ ચક્ષુદાન દ્વારા અસંખ્ય પ્રજ્ઞાચક્ષુઓની આંખોને ઉજાસ મળ્યો છે.
પોરબંદરમાં ચક્ષુદાન ક્ષેત્રે ‘સર્જન’ પરિવાર દ્વારા શ થયેલા સેન્ટરને માત્ર ૧ વરસ અને ૪ મહિનાની અંદર જ ૧૧૮ સ્વર્ગવાસી ચક્ષુદાનથી ૨૩૬ ચક્ષુઓ મળ્યા છે. મીડિયાનો ખાસ આભાર માનીએ છીએ અને પોરબંદરથી લેવાતા ચક્ષુઓનો કઇ રીતે હકારાત્મક ઉપયોગ થાય છે અન કીકીની અંધતા અનુભવતા લોકોને સંપૂર્ણ વિનામૂલ્યે આંખોની રોશની માટે ચક્ષુદાન આપવામાં આવે છે તેની માહિતી અત્રે પ્રસ્તુત છે.
ડો. નીતિન પોપટ સંચાલિત ‘સર્જન’ પરિવાર એ સરકાર માન્ય સી.એસ.સામરીયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુબેન્ક, અમદાવાદનું પોરબંદરમાં તા. ૧-૩-૨૦૨૪ થી તા. ૨૮-૨-૨૦૨૯ સમયગાળા માટેનું સરકાર માન્ય આઇ રીટ્રાઇવલ સેન્ટર-આઇ કલેકશન સેન્ટર કાર્યરત છે.
‘સર્જન’ના આ કાર્યમાં પોરબંદરના હકારાત્મક મીડિયાના સહકારી ઘરે-ઘરે ચક્ષુદાનની વાત પહોંચાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે. કયાંય પણ મૃત્યુ થયાની જાણ થતાં પરિવારની ચક્ષુદાનની સંમતિ મેળવી સમય બગાડયા વગર જઇને ચક્ષુદાન સ્વીકારવામાં આવે છે. ચક્ષુદાન માટેનો ફોન આવે કે તરત જ શકય એટલી ઝડપથી જઇ ચક્ષુદાન સ્વિકારી, આંખો આઇસપેકની વચ્ચે રાખી વહેલામાં વહેલી બસમાં થર્મોસને રેડક્રોસ, અમદાવાદ પહોંચાડવાની કોલ્ડ ચેઇન જળવાઇ રહે છે. આ ઉપરાંત ચક્ષુદાતા પરિવારની પ્રાર્થનાસભામાં જઇને સન્માનિત કરવામાં આવે છે જેથી આ પ્રવૃત્તિને વેગ મળી શકે. આ પ્રવૃત્તિ અવિરત ૨૪ કલાક ૩૬૫ દિવસ માટે કરાઇ રહેલ છે.
કીકી અપારદર્શક થવાથી થયેલા અંધની ખરાબ થયેલ કીકી ઓપરેશન કરી દૂર કરી એની જગ્યાએ ચક્ષુદાનથી મળેલી આંખની પારદર્શક કીકી બેસાડી દેવાથી અંધને ફરીથી દ્રષ્ટિ મળે છે. કીકીને કારણે અંધ થયેલા ભારતના લાખો અંધને ફરી દ્રષ્ટિ આપવાનો એકમાત્ર ઉકેલ આ જ છે.મૃત્યુ બાદ ૬ થી ૮ કલાકમાં ચક્ષુદાન લઇ શકાય. પણ મૃત્યુ બાદ જેટલું વહેલુ ચક્ષુદાન લેવાય એટલું સારુ, થર્મોસમાં આઇસ પેક વચ્ચે આંખોને ૪ ડિગ્રી તાપમાને રાખવાથી આંખો ૨૪ કલાક સારી રહે છે. ડાયાબીટીસ, બ્લડપે્રશર, આંખમાં નંબર હોય, મોતિયો હોય, નેત્રમણી બેસાડયો હોય, જામર હોય, ચશ્મા પહેરતા હોય, સ્વર્ગવાસી પોતે અંધ (નસ સુકાઇ જવાથી-પડદો ખરાબ થવાથી બંધ હોય પણ કીકી ચોખ્ખી હોય તો) હોય, નાના બાળક હોય કે મોટી ઉંમરના વ્યક્તિના મૃત્યુ બાદ ચક્ષુદાન આપી શકાય છે. સરકારી નિયમ મુજબ આ ગુપ્તદાન છે. કોની આંખની કીકીથી કોને દ્રષ્ટિ મળી એ બન્ને પક્ષ માટે ગુપ્ત હોય છે.
‘સર્જન’ પરિવાર ચક્ષુદાન લઇ થર્મોસ રેડ ક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુબેન્ક, અમદાવાદને મોકલી આપે છે. રામકૃપા, મહાસાગર કે ઇગલ ટ્રાવેલ્સના સહકારથી. રેડક્રોસ આઇ બેંક, અમદાવાદના ચેરમેન ગૌતમભાઇ મજમુદાર દાનમાં મળેલી આંખોની કીકી કટ કરી, સ્પેકયુલર માઇક્રોસ્કોપની મદદ વડે કીકી (કોર્નિયા)ના સેલ (કોષો) કાઉન્ટ કરે છે, લોહીના રીપોર્ટ કરે છે. આ રીપોર્ટ કર્યા પછી કીકીને કોર્નીસોલ નામના મીડીયામાં રાખે છે- કોર્નીસોલમાં કીકી ૧૪ દિવસ સુધી સારી રહે છે.
‘સર્જન’ સંસ્થાનો અને સી.એસ.સામરીયા રેડક્રોસ ઇન્ટરનેશનલ ચક્ષુબેન્ક, અમદાવાદનો આશય એવો છે કે જે ઉમદા ભાવનાથી પરિવાર પોતાના સ્વર્ગવાસી થયેલ સ્વજનનું ચક્ષુદાન આપે છે- એનો ૧૦૦% ઉપયોગ થાય- જેમકે અંધને દ્રષ્ટિ મળે, સંશોધનમાં ઉપયોગ થાય. ૧૦૦% આંખોનો યોગ્ય ઉપયોગ થાય તો જ ચક્ષુદાતા પરિવારને અને ચક્ષુદાન સ્વીકારનાર સંસ્થાને સમાજનું કંઇક સારુ કર્યુ હોવાનો દિલથી સંતોષ થાય. આ કાર્ય માટે ‘સર્જન’ પરિવારની ટીમ ૨૪ કલાક ૩૬૫ દિવસ કાર્યરત છે.
અમારી આ પ્રવૃત્તિમાં ઘણા બધા લોકો જોડાઇ ગયા છે. અને હજુ પણ વધુ લોકોને જોડાવવા ‘સર્જન’ પરિવાર વતી ડો. નીતિન પોપટ અને આનંદભાઇ રાજાણીની અપીલ છે.
આ પુણ્યના કાર્યમાં પોરબંદરની બધી જ જ્ઞાતિઓ, ડોકટરો, અને મેડિકલ ફિલ્ડના વ્યક્તિઓ, ધર્મગુઓ, સામાજિક સંસ્થાઓ અને પોરબંદરના બધા જ લોકો આ ઉમદા કાર્યમાં મદદપ થાય તો આપણે આપણા અંધ ભાઇ-બહેનોનું અંધત્વ દુર કરવા માટે ઘણું કરી શકીએ.
પોરબંદર જિલ્લામાં નેત્રદાન, સ્કિન ડોનેશન અને દેહદાન કરવા માટે સર્જન પરિવારના ડો. નીતિન પોપટના મો. ૯૪૨૬૨ ૪૧૦૦૧ અને મો.૯૩૨૮૦ ૬૬૮૬૮ ઉપર ૨૪ કલાક અને ૩૬૫ દિવસ સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech