પેરિસમાં વરસાદ બાદ ભારે ગરમીનો કહેર... ઓલિમ્પિક્સમાં ખેલાડીઓ, દર્શકો અને આયોજકો પરેશાન

  • July 31, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેરિસ ઓલિમ્પિક્સ 2024 માં ગેમ્સનો આજે પાંચમો દિવસ છે. જેમાં તમામ ખેલાડીઓ દરેક સંભવિત મેડલ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાના છે. પરંતુ પેરિસનું હવામાન ન તો એથ્લેટ્સને, ન દર્શકોને અને ન આયોજકોને સમર્થન આપી રહ્યું છે. ઓપનિંગ સેરેમની દરમિયાન જે રીતે વરસાદ પડી રહ્યો હતો તે જોઈને લાગી રહ્યું હતું કે પેરિસના ખેલાડીઓને ગરમીમાંથી રાહત મળશે. પણ હવે બરાબર ઊલટું થઈ રહ્યું છે. પેરિસમાં આકરી ગરમીએ હાહાકાર મચાવી દીધો છે.


ફ્રેન્ચ હવામાન સેવાએ જારી કરી છે તોફાનની ચેતવણી

ગયા અઠવાડિયે ભારે વરસાદ પછી મંગળવારે પેરિસ ઓલિમ્પિક 2024 માં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું. તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જેના કારણે રમતવીરો, દર્શકો અને અધિકારીઓ ગરમીથી થાકી ગયા હતા. ફ્રેન્ચ હવામાન સેવાએ રાજધાની માટે મોટા તોફાનની ચેતવણી જારી કરી છે. સાંજે તોફાન, ભારે વરસાદ, કરા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી હતી. સાંજે સંભવિત વરસાદથી થોડી રાહત મળી શકે છે પરંતુ દિવસભરની ગરમીએ સૌને પરેશાન કર્યા હતા.


ગત મહિને વૈજ્ઞાનિકોએ તીવ્ર ગરમીની આપી હતી ચેતવણી

ગયા મહિને આબોહવા વૈજ્ઞાનિકો અને એથ્લેટ્સ દ્વારા સમર્થિત અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે અત્યંત ઊંચું તાપમાન ગેમ્સ માટે જોખમી બની શકે છે. તાજેતરના વર્ષોમાં પેરિસમાં અનેક રેકોર્ડ તોડી નાખે એટલી હીટવેવનો સામનો કર્યો છે.


પેરિસ ઓલિમ્પિક 2024માં ગરમીથી પરેશાન રમતવીરો
​​​​​​​

શુક્રવારે ઉદઘાટન સમારોહ દરમિયાન ભારે વરસાદ અને ઠંડુ તાપમાન હતું. જ્યારે શનિવારે વરસાદે કેટલીક ઘટનાઓમાં વિક્ષેપ પાડ્યો હતો. પરંતુ તાજેતરના દિવસોમાં તાપમાનમાં સતત વધારો થયો છે. જર્મન હોકી ખેલાડી ક્રિસ્ટોફર રુહરને આ પરિવર્તન લાગ્યું. તેણે કહ્યું કે પહેલાના દિવસો કરતાં તે એક મોટો ફેરફાર હતો જ્યારે વરસાદ પડી રહ્યો હતો અને તાપમાન 20 ડિગ્રી હતું. પરંતુ દરેકને તેનો સામનો કરવો પડે છે અને હવે ગરમી એટલી વધી ગઈ છે કે અમે આઇસ બાથ લેવા જઈ રહ્યા છીએ. અમારી પાસે આઇસ વેસ્ટ અને આઈસ ટોવેલ્સ છે.


બ્રિટિશ ઘોડેસવાર કાર્લ હેસ્ટરે જણાવ્યું હતું કે ચૅટો ડી વર્સેલ્સમાં તડકામાં સ્પર્ધા કરતી વખતે ઘોડાને ઠંડા રાખવા મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું- "જો તમે ખરેખર તમારા ઘોડાનું ધ્યાન રાખી રહ્યા હોય, તો તમે તેને સૂર્યપ્રકાશ ન પડે એ રીતે અંદર રાખવ જોઈએ અને પછી માત્ર રમત સમયે જ તેને બહાર લાવવા જોઈએ."





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application