રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થી પર ભારતે પ્રથમ વખત સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બર્લિનમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે રશિયા અને યુક્રેનને વાત કરવી પડશે. ભારત ઈચ્છે તો સલાહ આપવા તૈયાર છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બંને દેશો વચ્ચે વાતચીતની અપીલ કરી હતી.
યુક્રેન સંઘર્ષ યુદ્ધના મેદાનમાં ઉકેલાશે નહીં તેવું ભારપૂર્વક જણાવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનને વાતચીત કરવી પડશે અને જો તેઓ સલાહ ઇચ્છે છે, તો ભારત હંમેશા સલાહ આપવા તૈયાર છે. જયશંકરે અહીં જર્મન વિદેશ મંત્રાલયની વાર્ષિક રાજદૂત પરિષદમાં પ્રશ્નોના જવાબ આપતાં આ ટિપ્પણી કરી હતી. જયશંકરે કહ્યું કે વિવિધ દેશો વચ્ચે મતભેદો છે પરંતુ સંઘર્ષ એ મતભેદોને ઉકેલવાનો માર્ગ નથી. તેમની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે 'કવાડ' એક સફળ પ્રયોગ છે. ભારત 'કવાડ'નું સભ્ય છે. આ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું વ્યૂહાત્મક સુરક્ષા સંવાદ મચં (જૂથ) છે. ચીન 'કવાડ'ને તેના ઉદયને રોકવાના હેતુથી જોડાણ તરીકે જુએ છે. ચીન આ જૂથનું સખત ટીકાકાર છે.
જયશંકરે એ પણ સંકેત આપ્યો કે ભારત ચીન સાથે વેપાર ચાલુ રાખશે. તેમણે કહ્યું, ચીન સાથે વેપાર માટે અમારા દરવાજા બધં નથી તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
જયશંકરે કહ્યું– અમે કવાડને પુનર્જીવિત કયુ
જયશંકરે કહ્યું કે અલગ–અલગ છેડે આવેલા ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. અને તે રીતે અમે કવાડને પુનર્જીિવત કયુ, તેણે કહ્યું. આ એક મુખ્ય રાજદ્રારી મચં છે જેના માટે ભારત પ્રતિબદ્ધ છે.'' તેમણે કહ્યું કે આ સંગઠનનો ભાર દરિયાઈ સુરક્ષા, એચએડીઆર ઓપરેશન્સ, કનેકિટવિટી વગેરે પર સહયોગ પર છે.
પુતિને મધ્યસ્થી માટે ભારતનું નામ લીધું હતું
રશિયાના રાષ્ટ્ર્રપતિ વ્લાદિમીર પુતિને ત્રણ દેશોની સાથે ભારતનું નામ લેતા કહ્યું કે તેઓ યુક્રેન સંઘર્ષને લઈને તેમના સંપર્કમાં છે અને તેઓ તેને ઉકેલવા માટે ખરેખર પ્રમાણિક પ્રયાસો કરી રહ્યા છે. જો યુક્રેન વાટાઘાટોને આગળ વધારવા માટે તૈયાર છે, તો હત્પં તે કરી શકું છું, પુટિને વ્લાદિવોસ્ટોકમાં વડા પ્રધાનની ઐતિહાસિક મુલાકાતના બે અઠવાડિયા પછી કહ્યું હતું. મોદીએ તેમની યુક્રેનની મુલાકાત દરમિયાન રાષ્ટ્ર્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMકેતન–પુરણે નેપાળ બોર્ડર પાસેથી ડ્રગ્સની ૧૩ ખેપ મારી
November 07, 2024 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech