કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 24મી બેઠક 3 થી 4 જુલાઈ દરમિયાન યોજાઈ રહી છે. SCOમાં ભારત, ચીન, પાકિસ્તાન અને રશિયા સહિત નવ દેશ છે. આ સમિટમાં વિદેશ મંત્રી જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંસદ સત્રની વ્યસ્તતાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમિટમાં ભાગ લઈ શક્યા નથી.
વિદેશ મંત્રી જયશંકરે SCO સમિટની સાથે ચીનના સમકક્ષ વાંગ યી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. આ દરમિયાન બંને પક્ષો ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સંમત થયા હતા.
આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ સામેલ થયા છે. હાલમાં SCOમાં 8 દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાન છે. અફઘાનિસ્તાન, ઈરાન, બેલારુસ અને મંગોલિયા નિરીક્ષક તરીકે SCOમાં સામેલ છે.
અગાઉ વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે SCOમાં ભારતની પ્રાથમિકતા વડાપ્રધાનના 'સુરક્ષિત SCO' વિઝન પર આધારિત હશે. ભારત આ બાબતો પર ભાર મુકશે : સુરક્ષા, અર્થવ્યવસ્થા, સહકાર, જોડાણ, એકતા, સાર્વભૌમત્વનું સન્માન, પ્રાદેશિક એકીકરણ અને પર્યાવરણ સંરક્ષણ છે. આ બેઠકમાં છેલ્લા 20 વર્ષની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવશે અને પરસ્પર સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવશે.
SCO શું છે?
એપ્રિલ 1996 માં એક મીટિંગ થઈ હતી. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને 'શાંઘાઈ ફાઈવ' કહેવામાં આવતું હતું.
જો કે ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને 'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન'ની સ્થાપના કરી. પછી વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત વ્યવસાય અને રોકાણ વધારવાનો ઉદ્દેશ્ય પણ બની ગયો.
1996માં જ્યારે શાંઘાઈ ફાઈવની રચના કરવામાં આવી હતી ત્યારે તેનો ઉદ્દેશ્ય ચીન અને રશિયાની સરહદો પર તણાવને રોકવાનો હતો અને તે સરહદોને કેવી રીતે સુધારી શકાય. કારણકે તે સમયે નવા બનેલા દેશોમાં તણાવ હતો. આ ઉદ્દેશ્ય માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યો હતો. તેથી તે સૌથી અસરકારક સંસ્થા માનવામાં આવે છે.
SCO કેટલું શક્તિશાળી છે?
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં 8 સભ્ય દેશો સામેલ છે. જેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સિવાય ચાર નિરીક્ષક દેશો ઈરાન, અફઘાનિસ્તાન, બેલારુસ અને મંગોલિયા છે.
યુરેશિયા એટલે કે યુરોપ અને એશિયા આ સંસ્થાના 60 ટકાથી વધુ વિસ્તારને આવરી લે છે. વિશ્વની 40 ટકાથી વધુ વસ્તી તેના સભ્ય દેશોમાં રહે છે. ઉપરાંત વિશ્વના જીડીપીમાં તેનો એક ચતુર્થાંશ હિસ્સો છે. એટલું જ નહીં તેના સભ્ય દેશોમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના બે સ્થાયી સભ્યો (ચીન અને રશિયા) અને ચાર પરમાણુ શક્તિઓ (ચીન, રશિયા, ભારત અને પાકિસ્તાન) સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech