સરકારે આપેલી સુવિધા બદલ વ્યક્ત કરાયો રાજીપો

  • September 02, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં અસરગ્રસ્તોને તમામ પ્રકારની સુવિધા સરકાર દ્વારા અપાઈ હોવાથી લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારમાં પડેલ ભારે વરસાદની સ્થિતિ દરમિયાન શહેર અને ગ્રામ્યપંથકમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવતા લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્રની વિવિધ ટીમો દ્વારા લોકોના સ્થળાંતર કરી આશ્રય, ભોજન અને આરોગ્યલક્ષી સગવડ ઉપલબ્ધ કરવામાં આવી હતી.પોરબંદરની કોલીખડા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી આર.પી. મકવાણાના માર્ગદર્શન હેઠળ જોખમી વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર કરી તેઓ માટે આશ્રય, ભોજન અને આરોગ્યલક્ષી સુવિધા પુરી પડાઈ હતી. હાલ સામાન્ય સ્થિતિ બનતા લોકો પરત તેઓના ઘરે પહોંચ્યા છે,ત્યારે સ્થળાંતરીત થયેલા લાભાર્થી ઉકાભાઈ દેવાભાઈએ જણાવ્યું હતું કે, રામદેવનગરનો રહેવાસી છું. ગ્રામ પંચાયતમાં તલાટીમંત્રી અને સરપંચ દ્વારા અમારું સ્થળાંતર કરાયું હતું.શાળામાં આશરો આપી દાળ, ભાત, ખીચડી, શાક, રોટલી સહિત બે સમય ભોજન અને ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા કરી આપી હતી અને ડોક્ટરોએ પણ અમારા આરોગ્યની ચકાસણી કરી હતી. ઉપરાંત હરિબેન નામના મહિલાએ પણ ગ્રામ પંચાયતે તેઓના બાલબચ્ચા અને પરિવારજનોની દરકાર કરી રહેણાંક માટે આશ્રય તથા ભોજનની વ્યવસ્થા કરી આપી હોવાથી તેઓએ રાજીપો વ્યક્ત કર્યો હતો તથા ગ્રામ પંચાયત અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application