BREAKING NEWS

ફક્ત 15,600માં આખું દક્ષિણ ભારત ફરો, રેલવેની ખાસ દિવ્ય દર્શનયાત્રા વિશે જાણો

  • June 11, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફક્ત 15,600માં આખું દક્ષિણ ભારત ફરો, રેલવેની ખાસ દિવ્ય દર્શનયાત્રા વિશે જાણો


ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ફૂડ ટૂરીઝમ કોર્પોરેશન એક વિશેષ ધાર્મિક યાત્રા પેકેઝ લઈ આવ્યું છે. એક જ સફરમાં દક્ષિણ ભારતના કેટલાય મુખ્ય મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શન કરી શકાશે.


IRCTC દિવ્ય દર્શન યાત્રા અરુણાચલ પેકેઝ

દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તીર્થ સ્થળોના દર્શનની ઈચ્છા રાખવા વાળા શ્રધ્ધાલુઓના માટે સારી ખબર છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન એક વિશેષ ધાર્મિક યાત્રા પેકેજ લઈને આવ્યું છે, જેના અનુસંધાને યાત્રી એક જ સફરમાં દક્ષિણ ભારતના કેટલાય પ્રમુખ મંદિરો અને ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે. આ યાત્રા ભારત ગૌરવ ટુરીઝમ ટ્રેન દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે આ યાત્રામાં ભોજન, રેહવાની તથા અન્ય સુવિધાની વ્યવસ્થા પહેલાથી જ હશે 


કેટલા દિવસની યાત્રા હશે?

IRCTCએ આ વિશેષ ટૂર પેકેજને "દિવ્ય દક્ષિણ યાત્રા વિદ અરુણાચલ "નામ આપ્યું છે. આ યાત્રા 20 જુલાઈથી શરૂ થઈને કુલ 8 રાત અને 9 દિવસ સુધી ચાલશે. આ ટૂર પેકેજ કોડ SCZBG-63 છે. ટ્રેનમાં કુલ 720 યાત્રી માટે સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્લીપર, થર્ડ એસી અને સેકન્ડ એસીની વ્યવસ્થા શામેલ છે. યાત્રાની શરૂઆત સિકન્દરાબાદ રેલવે સ્ટેશનથી થશે. યાત્રી ચરલાપ્લ્લી, જંગાંવ, કાજીપેટ, વારંગલ, મહાબુબાબાદ, ખામ્મમ, માંધીરા, વિજયવાડા, તેનાલી, ઓન્ગલ, નેલ્લોર ,ગુદુર ઓર રેલીગુતા સ્ટેશનોથી પણ આ યાત્રા કરી શકાશે.


ક્યા મંદિરોના દર્શન કરી શકાશે?

આ આધ્યાત્મિક યાત્રાના સમય દરમિયાન શ્રદ્ધાળુઓ દક્ષિણ ભારતના સાત મુખ્ય સ્થળોના દર્શન કરવામાં આવશે. આ યાદીમાં તીરુન્નામલાઈના પ્રસિદ્ધ અરુણાચલેશ્વ્રર મંદિર, ચિદંબરનું નટરાજ મંદિર, ત્રિચીનું શ્રીરંગનાથ મંદિર, તન્જવુંરનું બૃહદેશ્વર મંદિર, રામેશ્વરનું રામાનાથસ્વામી મંદિર, મદુરાઈનું મીનાક્ષી અમ્મન મંદિર અને કન્યાકુમારીનું કુમારી અમ્મન મંદિર શામીલ છે. કન્યાકુમારીમાં યાત્રાળુઓ વિવેકાનંદ રોક મેમોરીયલ પણ જોઈ શકશે.


કેટલો ખર્ચ થશે ?

ટૂર પેકેજ અનુસાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે, વયસ્ક યાત્રીઓના સ્લીપર ક્લાસનું ભાડું ૧૫,૬૦૦ રૂપિયા, 3-ACનું 23,100 અને 2-ACનું ૨૯,૫૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે અને 5 થી 11 વર્ષના બાળકો માટે સ્લીપરનું ભાડું 14,600 રૂપિયા, 3-ACનું ૨૧,૯૦૦ રૂપિયા અને 2-ACના ૨૮,૧૦૦ રૂપિયા નિર્ધારિત કર્યુ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News