સલાયા નગર પાલિકાની આવક કરતાં પાંચ ગણી જાવક

  • November 27, 2023 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવનારા દિવસોમાં નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં ભારે મુશ્કેલી

હાલમાં જ નગર પાલિકાના કથળેલા વહીવટ માટે અનેક સમાચાર પત્રોમાં અહેવાલ પ્રસિદ્ધ થયા જેમાં સફાઈ તેમજ ભૂગર્ભ ગટર અને પાણીની વિતરણ વ્યવસ્થા બાબતે પ્રશ્નો ઊભા થયા હતા. જે બાદ સલાયા નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રી અમિતકુમાર પંડ્યાએ અખબારી પ્રતિનિધિ ભરતલાલને રૂબરૂ મુલાકાતમાં જણાવ્યા મુજબ નગર પાલિકાની હાલત માટે સિક્કાની બીજી બાજુ જોઇએ તો સલાયા નગરપાલિકામાં ગઈ ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું. જેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાલ છેલા ૭ મહિનાથી વહીવટી સાશન છે. છેલા ઘણા વર્ષથી સલાયા નગર પાલિકાની આર્થિક સ્થિતિ ખૂબ કપરી છે.
અહી નગરપાલિકાની આવક કરતા જાવક ૫ ગણી વધુ છે જેથી આર્થિક રીતે નગર પાલિકા ઉપર દિવસે ને દિવસે બોઝ વધતો જાય છે.અહી સલાયા નગર પાલિકાની માસિક ઓક્ટ્રોય ગ્રાન્ટની આવક ૪.૨૫ લાખ જેટલી છે.અન્ય વેરા તેમજ જુદીજુદી ફી મળી માસિક આવક અંદાજે ૨ લાખ જેવી આવે છે. સામે નગર પાલિકાના કર્મચારીઓના પગાર,વાહનોના ડિઝલ ખર્ચ,રિપેરિંગ માલ સમાન ખર્ચ,લાઈટ બીલ,વગેરે મળી કુલ માસિક ખર્ચ ૨૦ લાખ આજુબાજુ થાય છે.
જેથી દર મહિને નગરપાલિકા ઉપર આર્થિક ૧૪ લાખ જેટલો આર્થિક બોઝ વધે છે. હાલ નગર પાલિકા ઉપર પીજિવિસીએલનાં લાઈટના અંદાજે ૬૦ લાખ રૂપિયા બાકી બોલે છે.તેમજ પાણી પુરવઠા વિભાગના ૧.૫ કરોડ બાકી બોલે છે. જેથી નગર પાલિકાએ વેરા ઉઘરાવવાનું કામ જડપી કર્યું છે. છતાં હજી નગરપાલિકાનું વેરાનું ઉઘરાણું ૧.૫ કરોડ જેટલું બાકી છે.
હાલ કર્મચારીઓને બે માસનો પગાર આપવાનો બાકી છે. વહીવટી સાશન આવતા પરચુરણ માસિક ખર્ચમાં અંદાજિત ૩ થી ૪ લાખનો બચાવ થયો છે. હાલમાં જ એપ્રિલ મહિનામાં ચીફ ઓફીસર તરીકે ચાર્જ સંભાળનાર અમિતકુમાર પંડ્યા (જે આર્થિક રીતે ભાંગી પડનાર નગરપાલિકાને ઊભી કરવામાં માહિર છે) એમને ચાર્જ સંભાળ્યા પછી પરચુરણ ખર્ચ ઉપર ઘણો કાપ મૂક્યો છે. પરંતુ આવક અને જાવકનો આટલો મોટો ફેરફાર હોઈ વહીવટ ચલાવવામાં એમને પણ ભારે તકલીફ પડી રહી છે.
હાલ સલાયા નગર પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે જે લોકોના વેરા બાકી છે એમને લેખિતમાં બે થી ત્રણ વાર નોટિસો ઇસ્યુ કરી દેવામાં આવી છે. ત્યારબાદ હવે આં વેરા નહિ ભરનાર લોકોના નળ કનેક્શન તેમજ મકાનો નિયમ મુજબ સિલ કરવાની કામગીરી ચીફ ઓફિસર તેમજ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે. આમ સલાયા નગર પાલિકા હાલ આર્થિક રીતે ખુબજ નબળી પડી ગઈ છે. આવનારા સમયમાં કર્મચારીઓના તેમજ સફાઈ કામદારોના પગાર અને વાહનોના ખર્ચને પહોંચી વળવા નગર પાલિકા માટે બહુ મુશ્કેલ બનશે અને કેવી રીતે નગર પાલિકા ચાલશે એ પણ કહેવું મુશ્કેલ છે.
હાલમાં ચીફ ઓફિસર દ્વારા કાયમી ધોરણે નગરપાલિકાને પૈસાની આવક વધે અને ખર્ચ ઘટે તેવા પગલાં ભરી રહ્યા છે. જેમાં નગર પાલિકા બિલ્ડિંગમાં સોલાર પેનલ લગાડી અને વીજળીનું બિલ બચે એ કામગીરી કરવાની ચાલુ છે. તેમજ સ્ટ્રીટ લાઇટમાં પણ સોલાર પેનલ વારી લાઈટો લગાડવા બાબતે વિચારી રહી છે. તેમજ લોકો ઉપર નિયમ મુજબ થોડો વેરા વધવાનો બોઝ પડે તેવી પણ શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application