ગોંડલમાં કોન્ટ્રાકટરના અપહરણમાં કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિત ચાર સામે ગુનો

  • February 19, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના કોન્ટ્રાકટરના અપહરણ અને માર મારવાનો મામલામાં હાઇકોર્ટેની ટકોર બાદ આખરેગોંડલ પાલિકામાં ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન અને સદસ્ય સહિત ૪ સામે નોંધાઈ પોલીસ ફરીયાદ નોંધાઇ છે.૩ માસ પૂર્વે બનેલા બનાવ બાબતે આખરે નોંધાઈ પોલીસ ફરીયાદ નોંધાતા તપાસની કાર્યવાહી આગળ વધી છે
આ બનાવમાં પોલીસ ફરીયાદ ન નોંધતા અરજદારે હાઇકોર્ટના દ્રાર ખખડાવ્યા હતા. ગોંડલમાં પ્રસિદ્ધ થયેલા ડોર ટુ ડોર ગારબેજ જ કલેકશન માં ટેન્ડરની પ્રક્રિયા માટે સુરતથી ગત ૨૨ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ગોંડલ આવેલા દરબાર વેસ્ટ કોર્પેારેશનના સંચાલક અને તેમના સાથીદારનું અક્ષર મંદિર પાસેથી અપરહણ કરીને તેને એક બંગલામાં ગોંધી રાખી બેફામ માર મારીને ચીફ ઓફિસર સહિત અન્ય લોકોએ લખાણ કરાવી લીધા ની ઘટનામાં હવે ત્રણ મહિના બાદ અંતે ગોંડલ બી ડિવિઝન પોલીસે ગોંડલ નગરપાલિકાના કારોબારીના ચેરમેન, ચીફ ઓફિસર અને એક સદસ્ય સહિત ચાર વ્યકિત સામે ગુનો નોંધીને કાર્યવાહી શ કરી છે.

શઆતમાં કોન્ટ્રાકટરની ફરિયાદનો નોંધાતા આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો પોલીસ ઇન્સ્પેકટર ગોસાઈને અંતે કાયદેસર રીતે કાર્યવાહી કરવી પડી છે. સુરતના દરબાર વેસ્ટ કોર્પેારેશનના સંચાલક બીપીનસિંહ પીલુદરિયાએ આ ટેન્ડર ભયુ હતું. ટેન્ડર માટે ગત ૨૨ ડિસેમ્બર ૨૦૦૨૩ ના રોજ તેમના સાથીદાર દિનેશ સતાણી સાથે તેઓ ગોંડલ આવ્યા હતા અને ત્યારે નગરપાલિકા ના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સદસ્ય ચંદુ ડાભી ,મયકં વૈષ્ણવ સહિત શખ્સો એ બીપીનસિંહ અને તેના સાથીદાર નું અપહરણ કરીને ઢોર માર માર્યેા હતો.

આ સમયે ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ પણ બંગલે દોડી આવ્યા હતા અને બીપીનસિંહ તથા દિનેશ સતાણી ને લઈ ઝેરોક્ષ ની દુકાને લઈ જાય કેટલાક લખાણો કરી તેની પાસેથી સહી કરાવી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓને હવે આ કોઈ પણ પ્રકારનું ટેન્ડર ભરવું નથી અને હવે પછી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવાની થતી નથી. આટલા લખાણ બાદ આ બંનેને છોડી દેવાયા હતા.
આ ફરિયાદ બાદ ગોંડલપાલિકાના કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદ કરીને પોતે કોઈનો અપહરણ કયુ નથી કે પછી આવી કોઈ ઘટના પણ બની નથી તેવું જણાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ દ્રારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા સુરતના કોન્ટ્રાકટર દ્રારા આ બાબતે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે બીપીન સિંહને ફરિયાદ નોંધવા આદેશ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News