જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાયપાલના હસ્તે વિવિધ ફેકલ્ટીના ૫૮૮ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાયપાલે દીક્ષાંત પ્રવચનમાં ગ્લોબલ વોમિગનો વ્યાપ વધી રહ્યો છે .રાસાયણિક ખાતરથી જમીન બંજર થતી જઈ રહી છે. ગ્લોબલ વોમિગ માટે રાસાયણિક દવા જવાબદાર હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ભાવિ વૈજ્ઞાનિકોને કૃષિ અને ટેકનોલોજી ક્ષેત્રે નવા સંશોધન કરવા જણાવ્યું હતું.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભા ગૃહ ખાતે રાયપાલ આચાર્ય દેવ વ્રતની ઉપસ્થિતિમાં કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ફેકલ્ટીમા ઉચ્ચ ગુણ પ્રા કરનાર ૧૧ વિધાર્થીઓને ૬૭ સિલ્વર, ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ મેડલ સહિત કુલ ૫૮૮ વિધાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે વચ્ર્યુઅલ સંબોધન કયુ હતું. ડીગ્રી એનાયત પ્રસંગે રાયપાલે દીક્ષાંત પ્રવચનમાં ડિગ્રી મહત્વની નથી પરંતુ અભ્યાસ કર્યા બાદ તેનો કઈ દિશામાં સદુપયોગ થયો તે મહત્વનું છે.ધરતીમાં જે દાણા નાખો તે જ વાવણી થશે હાલ ખેતી માટે રાસાયણિક દવાઓના કારણે જમીનમાં કાર્બનનું પ્રમાણ ૦.૫ ટકા થયું છે. ઝડપી પાક મેળવવા દવાઓના ઉપયોગથી જમીન બંજર થતી જાય છે.ગુજરાતની જમીનમાં હાલ રાસાયણિક ખેતીના વધુ પ્રમાણથી ૦.૨,૦.૪ટકા ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેથી હવા, પાક અને પાણી ત્રણેય દૂષિત થઈ રહયા છે. ખેતીમાં રાસાયણિક દવાનો વપરાશની સ્થિતિ આ પ્રમાણે જ રહી તો આગામી ૪૦ વર્ષમાં જમીન ઘરની લાદી જેવી થઈ જશે.જેથી ભાવિ પેઢીને નુકસાનકારક બની રહેશે. જંગલમાં રહેલા વૃક્ષોના પાંદડામાં કોપર ,ફોસ્ફરસ ઝીંક ,મેેશિયમ સહિતના પોષક તત્વોનું પ્રમાણ ભરપૂર હોય છે તેની સરખામણીએ ખેતીમાં પોષક તત્વોનું પ્રમાણ ઘટતું જાય છે.રાસાયણિક ખેતીથી ધરતીની ક્ષમતામાં ઘટાડો થાય છે. યુરિયા ડીએપી જંતુનાશક અને પેસ્ટીસાઈડ દવાઓના બદલે ગોબરનો વપરાશ કરવા જણાવ્યું હતું.રાસાયણિક ખેતી થી ઓર્ગેનિક કાર્બન ઘટે અને પ્રાકૃતિક ખેતીથી ઓર્ગેનિક કાર્બન વધે છે જેથી ભાવિ વૈજ્ઞાનિકોને મોબાઈલનું વધુ ઉપયોગ ન કરી નવી ટેકનોલોજી ના ઉપયોગથી કૃષિ, ગ્લોબલ વોમિગ અને રોગનું પ્રમાણ ઓછું થાય તે માટે નવા સંશોધન કરવા પણ જણાવ્યું હતું.વર્તમાનમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીએ તો ઉત્પાદન ઘટે છે તેવું માની રહ્યા છે પરંતુ પ્રાકૃતિક ખેતી હશે તો પુર જ નહીં આવે અને રોગનું પ્રમાણ પણ ઘટશે તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક કૃષિ માટે સાચું નેતૃત્વ વિધાર્થીઓએ કરવાનું છે, તેમણે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિધાર્થીઓ અને કૃષિ વૈજ્ઞાનિકોને દેશ અને દુનિયાના કલ્યાણ માટે સતત રિસર્ચ કરવા માટે કરવા અનુરોધ પણ કર્યેા હતો. પ્રાકૃતિક કૃષિ પરના રિસર્ચથી પ્રાકૃતિક કૃષિમાં વધુ આયામો જોડાશે અને ખેડૂતોનું કલ્યાણ પણ થશે વર્તમાન સમયમાં કૃષિ જે પરિસ્થિતમાંથી પસાર થઈ રહી છે, તેના પર ચિંતનની આવશ્યકતા છે. ગ્લોબલ વોમિગ આજે વિશ્વનો સૌથી મોટો પડકાર છે અને હવે તેણે પોતાનું વિનાશક પ બતાવવાનું શ કરી દીધુ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ શ્રે ઉપાય છે.ત્યારબાદ વિધાર્થીઓને કૃષિ, અભ્યાસ, માતા પિતા અને ગુનું સન્માન, સત્યનિ ાના પાંચ ઉપદેશ આપ્યા હતા. પદવીદાન સમારોહમાં કૃષિ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરના ૨૫૩, બીએસસી હોર્ટીકલ્ચરના ૬૫,બીટેક એગ્રી એન્જિનિયર ના૮૪,એનએસસી એગ્રીના ૮૭,એમ.એસ.સી હોર્ટીકલ્ચરના ૧૫, એમ ટેક ના ૧૩, એમબીએ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના ૨૨, પીએચડી ના ૪૯ મળી કુલ ૫૮૮ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્રિઓ, કામગીરીથી સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે રજીસ્ટ્રાર વાય.એચ. ઘેલાણીએ આભારવિધિ કરી હતી
૧૮ મેડલ મેળવનાર કેવિનને કલાસ ટુ ઓફિસર બનવાની મહેચ્છા
સૌથી વધુ ૧૮પ્રા કરનાર બીએસસી એગ્રીના વિધાર્થી કેવીન ટંકારાના સાવલી ગામનો છે અને તેના પિતા ખેડૂત હોવાનું જણાવ્યું હતું. કલાસ ટુ ઓફિસર બનવું છે. પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઝડપી કેવી રીતે કરી શકાય તે માટે સંશોધન કરવા જણાવ્યું હતું.
માણાવદરના નાકરા ગામની ધ્રુવી ધડુકને બાગાયત અધિકારી બનવું છે
વિધાર્થીનીઓમાં સૌથી વધુ મેડલ મેળવનાર બીએસસી હોર્ટીકલ્ચરનીવિધાર્થીની ધ્રુવી શૈલેષભાઈ ધડુક માણાવદરના નાકરા ગામની છે. તેના પિતા ખેતી કામ કરે છે. હાલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂર્ણ કરી ત્યારબાદ પીએચડી પૂર્ણ કરી ભવિષ્યમાં બાગાયત અધિકારી બનવાની ઈચ્છા વ્યકત કરી હતી.
પ્રિયાંશુ અગ્રવાલ હાઇડ્રોપોનીકસ ક્ષેત્રે સંશોધન કરશે
૧૩ મેડલ પ્રા કરનાર તૈયાર છું અગ્રવાલ મધ્યપ્રદેશના નસિગપુર ગામનો છે તેના પિતા ઉધોગપતિ છે અને તેને એમબીએ માં જ આગળ વધી આગામી દિવસોમાં માટીના બદલે લાઈટ ના ઉપયોગથી હાઈડ્રોપોનિકસ રીતથી ઉત્પાદન કેવી રીતે આગળ વધી શકાય તે માટે વધુ કામગીરી કરશે તેમ જણાવ્યું હતું.
વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓને ૬૭ મેડલ અર્પણ
ઉચ્ચ ગુણ પ્રા કરનાર વિધાર્થીઓમાં સૌથી વધુ બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરના કેવિન રમેશભાઈ ઢેઢી ને એક સુવર્ણચંદ્રક તથા ૧૭ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ મળી કુલ ૧૮ મેડલ, ડિટેક એગ્રી એન્જિનિયર ના પ્રિયાંશુ અગ્રવાલને ૧૩ મેડલ, હોર્ટીકલ્ચરની ધ્રુવી શૈલેષભાઈ ધડુકને છ મેડલ, ડિટેક એગ્રી એન્જિનિયર ના મીત પટેલને ચાર મેડલને ચાર મેડલ, બીએસસી ઓનર્સ ના નિર્મળ વિરમભાઈ ખીસ્તરીયાને ૩, ભૂમિત દાડગાને બે સુવર્ણચંદ્રક, અંજલી પરમાર, સુશાંત પટેલ, કિશન પટેલ ને એક એક મેડલ એનાયત કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech