કાલાવડ નજીક રોડનું કામ રોકાવી એક્સ્વાવેટર મશીનમાં આગ ચાંપી

  • November 28, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મશીનના હેલ્પરને માર માર્યો:  મશીનમાં  63 લાખનું નુકસાન: બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ: અમારા વિસ્તારમાં કોની પરમીશનથી કામ કરો છો તેમ કહી શખ્સો વિફયર્િ


કાલાવડથી ધોરાજી તરફ નેશનલ હાઈવે રોડનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈ રાતે બે અજાણ્યા શખ્સોએ કામ રોકાવીને ઓપરેટરને માર મારી ભગાવી મૂક્યો હતો. ત્યાર બાદ મશીનને આગ ચાંપી દઇ રૂપિયા 63 લાખનું નુકસાન પહોંચાડયાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ થી ધોરાજી તરફ નેશનલ હાઈવે નું કામ ચાલી રહ્યું છે, અને ભાવાભી ખીજડીયા ગામ પાસે ગઈકાલે રાત્રે એમ.એસ. ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીના ઓપરેટર દ્વારા એક્સ્વાવેટર મશીન મૂકીને રોડ રસ્તા નું કામ ચલાવી રહ્યો હતો.


જે દરમિયાન બે જાણ્યા શખ્સો ઓપરેટર પાસે આવ્યા હતા, અને તમે અમારા વિસ્તારમાં કોને પૂછીને કામ કરો છો? તેમ કહી આ કામ બંધ કરી દેજો, તેમ કહીને ધાકધમકી ઉચ્ચારી હતી, અને ઓપરેટરને બે ત્રણ થપ્પડ મારી દેતાં ઓપરેટર મશીન છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ બંને અજાણ્યા શખ્સોએ મશીનમાં આગ ચાંપી દેતાં મશીનની કેબીન તેમજ અન્ય ભાગ સળગી ઊઠ્યો હતો.


દરમિયાન લોકોનો ટોળું એકત્ર થયું હતું, અને મોડી રાત્રે આ ઘટનાની ફાયર તંત્ર ને જાણ કરાતાં કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવીને આગને બુજાવી હતી.


સમગ્ર બનાવ મામલે મશીનના ઓપરેટર દ્વારા ઉપરોક્ત ખાનગી કંપનીના સ્થાનિક મેનેજરને જાણ કરાતાં મૂળ રાજસ્થાન ના વતની અને હાલ કાલાવડમાં રહેતા બાધારામ પ્રભુરામ પરિહાર અન્ય સાથી કર્મચારીઓ સાથે બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને વિગતો જાણી હતી.


આથી સમગ્ર મામલાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બાધારામ  પરિહારની ફરિયાદના આધારે કાલાવડ  ગ્રામ્યના પોલીસ ટુકડી બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને તપાસ દ્વારા હાથમાં લઈ મશીનને આગ ચાંપી દેનાર તેમજ ઓપરેટરને માર મારનાર બંને અજાણ્યા શખ્સોની શોધખોળ શ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application