કોલેજોમાં નવી શિક્ષણ નીતિ મુજબની પ્રથમ સેમેસ્ટરની તા.૪ના લેવાનારી પરીક્ષા

  • December 30, 2023 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી શિક્ષણ નીતિ મુજબની પ્રથમ પરીક્ષા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા કોલેજોમાં આગામી તારીખ ૪ જાન્યુઆરી થી શ થવાની છે.આ અંગેનું શેડુલ પરીક્ષા વિભાગ તરફથી સંબંધિત તમામ કોલેજોને મોકલી આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ સેમેસ્ટર એકની આ પરીક્ષામાં નવી શિક્ષણ પદ્ધતિ મુજબ ભારતીય જ્ઞાન પ્રણાલીના જે ૬૨ વિષય નક્કી કરવામાં આવ્યા છે તેમાં ક્રેડિટના આધારે પરીક્ષા નો સમયગાળો રાખવામાં આવ્યો છે. ચાર ક્રેડિટ હશે તેવી પરીક્ષાઓ માટે બે કલાક અને બે ક્રેડિટ હોય તેવી પરીક્ષા માટે એક કલાકનો સમયગાળો નક્કી કરાયો છે. બપોરના ૨–૩૦ વાગ્યાથી અલગ અલગ ત્રણ સેશનમાં આ પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ સેમેસ્ટર ની આ પરીક્ષા ટેસ્ટ કેસ માટે નાની ફેકલ્ટી અને ઓછા વિધાર્થીઓ હોય તેમાં રાખવામાં આવી છે. આ પરીક્ષાના આયોજનમાં વધુ સમય પસાર થયો હોવાથી બી.એ.બી.કોમ બીએસસી જેવી પરીક્ષાઓ તેના શિડુલ કરતાં થોડી મોડી લેવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબની આ પરીક્ષાનુ આયોજન ઘણું કઠિન હોવાનું જણાવતા યુનિવર્સિટીના સુત્રો જણાવે છે કે ટેસ્ટ કેસ મુજબ નાની ફેકલ્ટી અને ઓછા વિધાર્થીઓ પસદં કરવામાં આવ્યા છે. આ પરીક્ષામાં જે કાંઈ મુશ્કેલી આવશે તેમાં ટ્રાયલ એન્ડ એરર સિસ્ટમથી આગળની પરીક્ષાઓનું આયોજન ગોઠવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application