અમુક તસ્વીરો માટે શબ્દોની કોઇ જર પડતી નથી આમ છતાં જો શબ્દો લખાયેલા હોય તો તે તસ્વીરની કથા વધુ દીપી ઉઠે છે. સમાજમાં બે પ્રકારના લોકો હોય છે આશાવાદી અને નિરાશાવાદી. આ તસ્વીર જોતા નિરાશાવાદીઓને બધુ જ અસ્તાચળના આરે દેખાશે.સૂર્ય આથમી રહેલો દેખાશે.રસ્તો ભાંગીને ભુકકો થઇ ગયેલો અને મસમોટી તીરાડો અને ગાબડા પડેલા દેખાશે. જળસૃષ્ટિમાં આવતા પક્ષીઓની નિહાળવા માટેનો બર્ડ વોચીંગ ટાવર પણ બિસ્માર બનેલો અને તેની ફરતે દિવાલો પડી ગઇ હોવાથી પક્ષીપ્રેમીઓ માટે જોખમી હોય તેવુ દેખાશે. પક્ષીઓ જ્યાં વસવાટ કરે છે તે વિસ્તારમાં આવેલા વીજપોલ અને વીજ વાયર પંખીઓની જીવસૃષ્ટિ માટે જોખમી દેખાશે. મોકરસાગર વેટલેન્ડમાં ભરાયેલુ પાણી રસ્તા પર વેડફાઇ રહ્યુ હોય તેવુ દેખાશે. આ વાત થઇ નિરાશાવાદીઓની ! હવે આશાવાદી લોકોની વાત કરીએ તો તેને આ તસ્વીરમાં વિકાસનો ઉગતો સૂર્યોદય દેખાશે. એટલું જ નહીં પરંતુ લાંબાસમયથી સુકાયેલ ઘાસ પણ નવપલ્લવિત થઇને ખીલી ઉઠયુ હોવાથી માત્ર લીલીછમ્મ હરિયાળી જ નહી પરંતુ અહીં વસવાટ કરવા આવતા પક્ષીઓનો આસરો દેખાશે. પોરબંદર જિલ્લામાં ખૂબજ સારો એવો શ્રીકાર વરસાદ ચોમાસા દરમ્યાન થયો હોવાથી ચિક્કાર જળરાશિ છે તેના લીધે લાખો જળચર જીવોની જીવાદોરી લંબાઇ હોય તેવું દેખાશે. તેનો રસ્તો અત્યંત બિસ્માર હોવાથી વાહનોની અવરજવર ઓછી થશે તેના કારણે અહી આવતી દેશી-વિદેશી પક્ષી સૃષ્ટિને ખલેલ ઓછી પહોંચશે તેવું દેખાશે.છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરકાર અવિરતપણે વીજળી પૂરી પાડી રહી છે અને જળપ્લાવિત વિસ્તારમાં વીજપોલ નાખીને પણ વીજપુરવઠો આપવામાં આવતો હોવાનુ દેખાશે. આમ, ‘જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ’ એ મુજબ આ તસ્વીરનું મૂલ્યાંકન કરવુ તેમ તસ્વીરકાર જિજ્ઞેશ પોપટ જણાવે છે !
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech