રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુમાં વધતા જતા રોગચાળાને લઈ ખાણીપીણીની રેન્કડીઓમાં ચેકિંગ હાથ ધરાયુ છે જેમાં કાલાવડ રોડ ઉપર પ્રેમ મંદિર સામેના હોકર્સ ઝોન તેમજ એ.જી.ચોકમાં ઉભી રહેતી રેંકડીઓમાં ચેકિંગ કરતા ત્યાં આગળ પંજાબી, ચાઈનીઝ અને મદ્રાસી તેમજ ફાસ્ટ ફૂડની રેંકડીઓમાંથી બધું જ વાસી મળ્યું હતું અને સ્થળ ઉપર જ 37 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કરી નોટિસો ફટકારાઇ હતી.
રાજકોટ મહાપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ બાલાજી છોલે રાઈસ કુલ્ચાની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ઘૂઘરા અને સમોસાની ચટણી મળી કુલ 12 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારાઈ હતી.
એ.જી.ચોક પાસે, ક્રિસ્ટલ સ્કૂલ પાસે, કાલાવડ રોડ ઉપર આવેલ હરિકૃષ્ણ દાળ પકવાનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય ભૂંગળા બટેટાનો મસાલો-5 કિ.ગ્રા., ભૂંગળા -2 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. મળી કુલ 09 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારાઈ હતી.
પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ ઉપર આવેલ બાલાજી સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મેંદુવડા, દાળવડા-5 કિ.ગ્રા. અને ચટણી -2 કિ.ગ્રા. નો મળી કુલ 07 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારાઈ હતી.
પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ ઉપર આવેલ હરસિદ્ધિ વડાપાઉંની તપાસ કરતા પેઢીના સ્થળ ઉપર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય બટેટાનો મસાલો અને ચટણી મળી ને કુલ 5 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારાઈ હતી. પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવમ મદ્રાસ કાફેની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મસાલો કુલ 4 કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ સાંભર નું સેમ્પલ લેવામાં આવેલ અને પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારી હતી.
પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવ છોલે ભટુરેની તપાસ કરવામાં આવી અને લાઈસન્સ બાબતે નોટીસ ફટકારી હતી.
પ્રેમ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ મુકામે આવેલ શિવમ સાઉથ ઇન્ડિયનની તપાસ કરતા પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારી હતી.
કાલાવડ રોડ-વૃંદાવન સોસાયટીમાંથી સેમ્પલિંગ
(1) શ્રી રામ ચટણી (1 કિગ્રા પેક્ડ પાઉચ)નું સેમ્પલ સ્થળ- હરિ કૃષ્ણ દાળપકવાન, હરિ કૃષ્ણ, વૃંદાવન સોસાયટી શેરી નં 4, બ્લોક નં 206, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી લેવાયું હતું.
(2) સાંભાર પ્રિપેર્ડ- લુઝનું સેમ્પલ સ્થળ-
ભગવતીપરામાં ૧૨ને ફૂડ લાયસન્સ લેવા નોટિસ
શહેરના ભગવતીપરા મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૨ ધંધાર્થિઓને લાઇસન્સ મેળવી લેવા–રિન્યુ કરાવી લેવા બાબતે નોટિસ ફટકારી હતી તેમજ ખાધ્યચીજોના કુલ ૨૦ નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે? CJI ચંદ્રચુડે AI વકીલને પૂછ્યો સવાલ
November 07, 2024 04:48 PM'યે ઉનકે અબ્બા કા પાકિસ્તાન નહી...', નીતિશ રાણેએ રાજ ઠાકરેના લાઉડસ્પીકર નિવેદનને સમર્થન આપ્યું
November 07, 2024 04:43 PMભારતીય વાયુસેના 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટની કરશે ડીલ
November 07, 2024 04:32 PMનાણાકીય છેતરપિંડી રોકવા માટે દિલ્હી સરકારના નવા નિયમ, સીએમ આતિશીએ આપી મંજૂરી
November 07, 2024 04:31 PMપરાલી સળગાવવાનો દંડ બમણો કરાયો, 30,000 રૂપિયા સુધીનો થઈ શકે છે દંડ
November 07, 2024 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech