ચીનની સોડમાં ભરાયેલું માલદીવ્સ પણ શ્રીલંકાની જેમ દેવાના ચક્કરમાં ફસાશે

  • January 18, 2024 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોહમ્મદ મુઈઝુના રાષ્ટ્ર્રપતિ બન્યા બાદ ભારત પ્રત્યે ઉદાસીનતા દર્શાવતું માલદીવ ટૂંક સમયમાં પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઘણા આફ્રિકન દેશોની જેમ ચીનના દેવાની જાળમાં સંપૂર્ણપણે ફસાઈ શકે છે. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્ર્રપતિ અહેમદ અદીબનું પણ કહેવું છે કે માલદીવનું પાડોશી શ્રીલંકા ચીનના દેવાની જાળમાં ફસાયા બાદ ડિફોલ્ટર બની ગયું છે. હવે નવી સરકારના હાથમાં માલદીવ પણ આ જ માર્ગે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

નોંધનીય છે કે, રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ મુઈઝુની ચીનની તાજેતરની મુલાકાત દરમિયાન માલદીવ અને ચીને ૨૦ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ચીને ૧૩૦ મિલિયન ડોલરની મદદ કરી છે. આ તરફ આકટોબરમાં, આઇએમએફના અહેવાલમાં માલદીવને ચીન પાસેથી વધુ લોન લેવાની સામે ચેતવણી આપતા કહેવામાં આવ્યું હતું કે માલદીવની નાણાકીય વ્યવસ્થા અને જવાબદારીઓ સંકટમાં આવી શકે છે.

ચીન કેટલાક નિયમો અને શરતો તેમજ ઐંચા વ્યાજ દરો સાથે લોન આપે છે. જેનાથી ઉધાર લેનાર દેશ માટે લોનની ચુકવણી કરવી અશકય બની જાય છે. તે પછી ચીન દેવાદાર દેશોની વ્યૂહાત્મક સંપત્તિઓ પર કબજો કરી લે છે. વર્ષ ૨૦૧૭માં, શ્રીલંકાને હમ્બનટોટા પોર્ટનો કંટ્રોલ ચીનની એક ફર્મને આપવો પડો હતો. કારણ કે તે લોન ચૂકવી શકયુ ન હતું. આ તરફ પાકિસ્તાન જે ચીનને પોતાનું મિત્ર માને છે, તે ચીન–પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઇસી)નું દેવું ચૂકવવા માટે તેની મિલકતો પણ ગીરવે મૂકી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મુઈુએ ત્રણ પગલાં લીધા છે જે માલદીવની ભારત પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. પ્રથમ, ભારતીય સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત. બીજું એ કે ભારતની પરંપરાગત રીતે મુલાકાતને બદલે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત માટે ભારતને બદલે તુર્કીની મુલાકાત લેવાનો તેમનો નિર્ણય અને જોઈન્ટ હાઈડ્રોગ્રાફિક એગ્રીમેન્ટ રિન્યુ ન કરવાનો નિર્ણય. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીની લક્ષદ્રીપ મુલાકાત પછીના વિવાદે સંબંધોમાં તિરાડ પાડી છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટા અનુસાર, ચીન હાલમાં દ્રીપ રાષ્ટ્ર્રને સૌથી મોટો બાહ્ય ધિરાણ આપનાર દેશ છે. જે તેના કુલ જાહેર દેવાના લગભગ ૨૦ ટકા છે. માલદીવ પર ચીનનું લગભગ ૧.૩ અબજ ડોલરનું દેવું છે. એક રિપોર્ટ અનુસાર મુઈઝુએ ચીન પાસેથી લોન ચૂકવવા માટે વધુ સમય માંગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application