ઉનાળાના આગમન પહેલા જ હાલારના 10 ડેમના દેખાયા તળીયા

  • February 20, 2024 11:58 AM 

ફાગણ પહેલા જ હાલારના ડેમો ખાલી થવાની એરણ પર: સાની, ગઢકી, પાવટી, કબરકા, સિંધણી, ફોફળ-2, મીણસાર, ફૂલઝર-2 સહિતના ડેમોનો સમાવેશ


આ વખતે ઉનાળો કાળઝાળ રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે અને સ્વાભાવિક રીતે પાણીની વધુ જરીયાત ઉભી થશે ત્યારે પાછલા વર્ષે સંતોષજનક વરસાદ પડ્યો હોવા છતાં ઉનાળાના આગમન પુર્વે જ જામનગર અને દેવભૂમિ દ્વારકા એટલે કે હાલારના બન્ને જિલ્લાના 10 ડેમના તળીયા દેખાઇ ગયા છે, જે બાબત આવનારા સમયમાં પાણીની સમસ્યા સર્જાવાના સંકેત આપે છે.


જામનગર જિલ્લાના કાલાવડ, લાલપુર, તેમજ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, ખંભાળીયા અને ભાણવડ તાલુકામાં સમાવિષ્ટ જુદા જુદા ડેમમાં પાણીની સ્થિતિ ખૂબ ઝડપથી ચિંતાજનક બની રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે અને ખાસ કરીને ઉનાળાના કપરા કાળમાં આ પાણી સમસ્યા લોકોને રોવડાવશે એવા ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે.


અત્રે નોંધનીય છે કે, નર્મદા યોજના મારફત લોકોની તરસ છીપાવવા માટે એક માઘ્યમ જર છે, પરંતુ તાલુકા વિસ્તારના જળાશયો વહેલા તળીયાઝાટક થઇ જાય તો, લોકો માટે પાણીની સમસ્યાની સાથે સાથે ઉનાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ પેદા થશે.


શિયાળો હજુ પૂર્ણ થવાના આરે છે, અત્યારથી જ હાલારના ડેમો ખાલી થવાની તૈયારીમાં છે, હજુ ઉનાળાના ચાર મહિના અને શિયાળાના દિવસો પણ હજુ બાકી છે ત્યારે જ ડેમો ખાલી થવાની તૈયારીમાં જ હોય, જેથી હાલારના ખેડૂતો ચિંતાતુર બન્યા છે.


સમગ્ર હાલારના પાક અને લોકોને પાણી પું પાડતા 10 ડેમો ઉનાળાની પહેલા ખાલી થવાની એરણમાં છે, જેમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પાસે આવેલ સાની ડેમ, ખંભાળીયા પાસે આવેલ ગઢકી ડેમ, ભાણવડ પાસે વર્તુ-1, સોનમતી, લાલપુરનો પાવટી ડેમ, ભાણવડનો કબરકા ડેમ, કલ્યાણપુરનો સિંધણી ડેમ, કાલાવડનો ફોફળ-2 ડેમ, ભાણવડનો મીણસાર ડેમ તથા લાલપુરનો ફૂલઝર-2 ડેમનો સમાવેશ થાય છે.


ગત ચોમાસે જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખૂબ જ સારો થયો હોવા છતાં ઉનાળા પૂર્વે જ ડેમના પાણી ડુકી જતાં બન્ને જિલ્લાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને તંત્ર દ્વારા નર્મદાના ડેમમાંથી પાણી છોડવામાં આવે, જેથી કરીને બન્ને જિલ્લાના ખેડૂતોને ઉનાળુ પાક માટે આ પાણી આશીવર્દિપ બને તેવી આશા સેવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application