માણસ જ નહીં પરંતુ બેક્ટેરિયા પણ યાદ રાખે છે કે માણસને કેવી રીતે હેરાન કરવા

  • November 29, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મગજ ન હોવા છતાં બેક્ટેરિયા સ્મૃતિઓને સંગ્રહિત કરે છે અને તેને તેમની આગામી પેઢીઓ સુધી પહોંચાડે છે. અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં નોધ્યું છે કે બેક્ટેરિયા યાદ રાખે છે કે ક્યારે કઈ વ્યૂહરચનાથી મનુષ્યમાં ખતરનાક ચેપ થઈ શકે છે. તેમની યાદોને કારણે જ તેઓ એન્ટીબાયોટીક્સ સામે પોતાની જાતને મજબૂત કરતા રહે છે.


નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, બેક્ટેરિયા પાસે મગજ નથી પરંતુ તેઓ વાતાવરણ વિશેની માહિતી એકત્રિત કરી શકે છે અને પછી જ્યારે સમાન વાતાવરણનો સામનો કરે છે ત્યારે તેઓ પોતાનો બચાવ કરી શકે છે. ઈ.કોલી નામનો બેક્ટેરિયા વિવિધ વર્તણૂકો વિશે માહિતી સંગ્રહિત કરવા માટે આયર્ન સ્તરનો ઉપયોગ કરે છે.


આ દ્વારા તેઓ સ્મૃતિઓ બનાવે છે અને તેમને તેમની પછીની પેઢીઓ સુધી પહોંચાડે છે. મહત્વનું છે કે યાદોને કારણે એન્ટિબાયોટિક્સ સામે પ્રતિરોધક લાખો બેક્ટેરિયા એક જ સપાટી પર એકત્રિત થાય છે અને દર્દીના જીવન માટે જોખમ વધારે છે. ઇ.કોલી બેક્ટેરિયાને કારણે ભારતમાં દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે. તાજેતરમાં તે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા તૈયાર કરવામાં આવેલા ટોચના પાંચ મુખ્ય જીવલેણ બેક્ટેરિયામાંનો એક છે.


ઉલ્લેખનીય છે કે સંશોધનના મુખ્ય લેખક સૌવિક ભટ્ટાચાર્ય કહે છે કે માનવીઓની જેમ બેક્ટેરિયામાં ન્યુરોન્સ, સિનેપ્સ અથવા નર્વસ સિસ્ટમ હોતી નથી. તેથી એવું માનવામાં આવતું હતું કે તેઓ મનુષ્યની જેમ યાદોને સાચવી શકતા નથી પરંતુ સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે જે બેક્ટેરિયાને પોતાનું ઝુંડ બનાવવાનો અનુભવ છે તે સમય સાથે વધુ સક્ષમ બની રહ્યા છે અને પહેલા કરતા વધુ મજબૂત ઝુંડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંશોધકોના જણાવ્યા મુજબ વીસમી સદીમાં ઘણી નવી એન્ટિબાયોટિક્સની શોધ પછી એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આપણે બેક્ટેરિયાથી ડરવાની જરૂર નથી. એવું ન થયું. યાદોને સાચવવાને કારણે થોડા દાયકાઓમાં બેક્ટેરિયા એન્ટિબાયોટિક્સ સામે ટકી રહેવાનું શીખ્યા. કુદરતી પસંદગીના ડાર્વિનના સિદ્ધાંતનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. બેક્ટેરિયા સામે હવે નવી એન્ટિબાયોટિક્સ શોધવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application