પોરબંદર સહિત રાજ્યભરમાં માછીમારીની સીઝનની ટ્રીપ બારથી પંદર દિવસની થઇ છે છતાં પૂરતા પ્રમાણમાં માછલા મળતા નથી તો બીજી બાજુ સરકાર દરિયાકિનારે આડેધડ ઉદ્યોગોને મંજૂરી આપવાથી માંડીને કેમિકલવાળા પાણી સમુદ્રમાં વહાવવાનો પ્રોજેકટ આગળ ધપાવી રહી છે ત્યારે પોરબંદર સહિત રાજ્યભરના માછીમારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રોજીરોટી છીનવાઇ જશે તેવો ભય
પોરબંદર સહિત ગુજરાતના દરિયાઇ સીમામાં લાઇટ લાઇન, પેેરા ફિશીંગ અને દિન -પ્રતિદિન બોટ પ્રોડકશન ન વધવાના કારણે કુદરતી ખારા પાણીમાં ઉત્પાદન થતી ફીશનું પ્રમાણ ઘટતા માછીમાર સમાજ ચિંતાતુર બની રહ્યો છે. નાના મધ્યમ વર્ગના ફીશીંગ બોટ ધરાવતા માછીમાર અને તેની સાથે જોડાયેલા વેપારી તેમજ શ્રમિક વર્ગ આડકતરી રીતે રોજગાર મેળવતા લોકોની રોજી રોટી ટુંકા વર્ષોમાં છીનવાઇ જવાનો ભય અનુભવી રહ્યા છે.
ટ્રીપના દિવસો લંબાયા
ગુજરાતની અંદાજીત ૬૦ હજાર કરતા વધુ ફિશીંગ બોટ ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયાઇ કાંઠા વિસ્તારમાં આવેલા જુદા જુદા બંદરો ઉપર ચાલી રહી છે. સરકારના મત્સ્યોદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલા ફિશીંગ વ્યવસાય આજકાલથી નહી પણ સેંકડો વર્ષોથી ચાલ્યો આવે છે. દરિયાઇ જળસીમા અંદરથી માછીમારીનું કુદરતી રીતે જે ઉત્પાદન જેટલું ૧૦૦ વર્ષ પહેલા થતુ હતું એટલુંજ આજે પણ થાય છે તેમ છતાંય માછી માટે બોટના ફિશરમેનો દૂર દૂર સુધી મહિનાના ૧૫ થી ૨૦ દિવસ સુધી પાણી, અનાજ અને ડિઝલ બરફનો જથ્થો લઇ જતા હોય અને કાળા પાણી વચ્ચે દિવસ રાત જિંદગી જોખમમાં મુકી રહેતા હોવા છતા પણ પૂરતા પ્રમાણમાં ફિશીંગ નહીં મળતી હોવાના કારણે દિન પ્રતિદિન આર્થિક ખર્ચમાં ડૂબી રહ્યો છે.
સરકાર ઉદાસીન
આવી સ્થિતિમાં માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા વર્ષો જુના બોટમાલિકો અને ફીસરમેન સાથે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે દરિયાઇ સીમા સાથે જોડાયેલા ફિશીંગ વ્યવસાયને બચાવવા માટે સરકારે ચાર જેટલી બાબતે પૂરતુ ધ્યાન આપવું જોઇએ પરંતુ નાના અને સ્મોલ વર્ગના માછીમારની વાત કયારેય સરકારના મત્સ્યોદ્યોગ કમિશ્ર્નર કે મંત્રીમંડળમાં સંભળાતી નથી અને જે મહત્વની બાબતો છે. તે સૌરાષ્ટ્ર ગુજરાતના ૨૦ થી ૨૫ આગેવાનો કયારેય પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉઠાવી કાયદો અમલમાં આવવા દેવા માંગતા ન હોય તેવા સુર ઉઠવા લાગ્યા છે.
માછીમારી ઉદ્યોગને પ્રોત્સાહન આપો
માછીમાર શ્રમજીવી પરિવાર બોટમાલીકો અને અગ્રણી આગેવાનોના મતે ગુજરાતના દરિયાઇકાંઠાના બંદરો અને ફિશીંગ વ્યવસાયની બંધ થવાની સંભાવના જોવા મળે છે તેના પાછળ મુખ્ય ચાર કારણ બહાર આવ્યા છે જેમાં તો ઘણા લાંબા સમયથી લાઇન લાઇટ ફિશીંગ તેમજ પેરા ફિશીંગ શ થઇ ગઇ છે. તે દરિયાઇ સીમાની નાની મોટી અને કાંઠા નજીક ઉત્પાદન કરતી માછી જાળમાં લાવતી હોવાના કારણે કુદરતી ઉત્પાદન થવા દેતુ નથી. આ ફિશીંગનું સંશોધન મૂળ તાઇવાન અને ચાઇના જેવા દેશોનું છે તે આધુનિક ફિશીંગના નામે ચાલે છે. તેના કારણે માછીનું પ્રમાણ ઘટી રહ્યુ છે બીજી તરફ દર વર્ષે ૫૦૦ થી ૭૦૦ જેટલી નવીબોટ બની દરિયામાં ઉતરી રહી છે. અને નવા લાયસન્સ આપવામાં આવે છે તે બંધ કરાવવા જોઇએ જેથી બંદરોમાં રહેલી હયાત દરિયાઇ માછી મળી રહે આ ઉપરાંત સરકાર એ ફિશીંગનો સમયગાળો ઘટાડો કરીને છ માસનો આખા દેશમાં કરવો જોઇએ જેથી માછીનું પ્રમાણ દરિયાઇ સીમામાં વધી શકે છે. આવી બાબતે અનેક વખતે માછીમાર સમાજની મળતી સમયાંતર સમયે રાજ્ય દેશ લેવલની મીટીંગમાં રજુઆત કરવામાં આવે છે. તેમ છતાંય શા કારણે સરકાર આવા મહત્વના મુદાને નજર અંદાજ કરે છે. તે માછીમાર સમાજના નાના વર્ગના ફીશીંગ બોટના માલિકો સમજી શકયા નથી.
હાલતો હજુ બંદર શ થયાને માત્ર બે માસનો સમય વીત્યો છે. ત્યાંજ દરિયાઇ માછી ગાયબ થવાના કારણે બોટમાલિકો આર્થિક રીતે ભાંગી ગયા છે. ખર્ચ સામે આવક નહી હોવાથી બોટ બંધ કરવાની સ્થિતિ સર્જાઇ રહી છે. બીજી તરફ વેપારી દ્વારા અપાતા ધિરાણ પણ મળવા મુશ્કેલ બની જતા બેંક, વ્યાજ તેમજ ઉછી ઉધારી કરીને બોટના માલિક દ્વારા ફિશીંગ કરાય છે પણ દરીયાઇ ફિશીંગ ખાલી આવતી હોવાના કારણે બંદરો ભેકાર ભાસી રહ્યા હોવાનું જોવા મળી રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech