ટ્રમ્પના ટેરીફના જવાબમાં યુરોપિયન યુનિયન ૨૫ ટકા કાઉન્ટર ટેરીફ નાખશે

  • April 08, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાત બાદ, યુરોપિયન યુનિયને પણ બદલો લેવાનું પગલું ભર્યું છે અને 25% કાઉન્ટર-ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત અમેરિકન માલની લાંબી યાદી પર લાગુ કરવામાં આવશે. યુરોપિયન યુનિયને સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકન સંરક્ષણવાદનો સામનો કરવા તૈયાર છે. આ પ્રસ્તાવ પર ઈયુ સભ્ય દેશો દ્વારા 9 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે. જો દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, તો આ ટેરિફ 15 એપ્રિલથી અમલમાં આવશે. જોકે, મોટાભાગના ચાર્જ મે અને ડિસેમ્બરથી વસૂલવામાં આવશે.જો આમ થયું તો ઈંડા, બદામ અને સોયાબીન સહીત અનેક ચીજો મોંઘી બનશે.


યુરોપિયન કમિશને ડઝનબંધ યુએસ ઉત્પાદનોને નિશાન બનાવ્યા છે. આમાંના કેટલાક નામ આશ્ચર્યજનક છે. ઉદાહરણ તરીકે, યુરોપિયન કમિશને જે વસ્તુઓ પર કાઉન્ટર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે તેમાં હીરા, ઇંડા, ડેન્ટલ ફ્લોસ, સોસેજ, મરઘાં, બદામ અને સોયાબીનનો સમાવેશ થાય છે. યુરોપિયન કમિશન થોડા સમય પછી આ બધી વસ્તુઓ પર ટેરિફ લાદવાનું વિચારી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, બોર્બોન, વાઇન અને ડેરી ઉત્પાદનોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ પાછળનું કારણ એ છે કે ટ્રમ્પે ધમકી આપી હતી કે જો યુરોપિયન યુનિયન આ વસ્તુઓ પર ડ્યુટી લાદશે તો અમેરિકા યુરોપિયન વાઇન પર 200% કાઉન્ટર-ટેરિફ લાદશે. આ ખાસ કરીને ફ્રાન્સ અને ઇટાલી માટે ચિંતાનો વિષય હતો, જેમના વાઇન ઉદ્યોગો અત્યંત મોટા અને પ્રભાવશાળી છે.


આ યુદ્ધ 2018થી ચાલી રહ્યું છે

ટ્રમ્પ વહીવટીતંત્રે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ભારે ટેરિફ લાદ્યા બાદ 2018 માં ટેરિફ યુદ્ધ શરૂ થયું હતું. જવાબમાં, ઈયુ એ અમેરિકન વ્હિસ્કી સહિત અનેક ઉત્પાદનો પર 25 ટકા પ્રતિ-ટેરિફ લાદ્યો. પછી 2021 માં, જો બિડેનના કાર્યકાળ દરમિયાન થોડી રાહત મળી અને વાટાઘાટોના ભાગ રૂપે અમેરિકન વ્હિસ્કી પરના ટેરિફને સ્થગિત કરવામાં આવ્યો. જોકે, ટ્રમ્પના પાછા ફરવા સાથે વિવાદ ફરી ઉભો થયો છે.


યુએસ-ઇયુ વેપાર સંબંધો

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ ફરી એકવાર વૈશ્વિક વેપાર વ્યવસ્થાને હચમચાવી રહી છે. વેપાર સંતુલન જાળવવાના પ્રયાસમાં ઈયુ એ સંયમ અને વ્યૂહરચના સાથે બદલો લેવાના ટેરિફની યોજના બનાવી છે. જોકે, આ ટેરિફ અમલમાં આવતાં, આ સંઘર્ષ કઈ દિશામાં જાય છે તે જોવું રસપ્રદ રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News