મોરબી રોડ પર રાધામીરા સોસાયટીમાં રહેતા એસ્ટેટ બ્રોકરે કુવાડવામાં રહેતા શખસ સામે વિશ્ર્વાસઘાત અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આરોપી .૨૫ હજાર માંગતો હોય જેથી એસ્ટેટ બ્રોકરે તેમની પત્નીની મંગળસૂત્ર ગીરવે મૂકી લોન લઇ આરોપીને આ પૈસા આપ્યા હતાં.બાદમાં તેમની જાણ બહાર આરોપીએ બેંકમાં આ પૈસા ભરી મંગળસૂત્ર છોડાવી લઇ પરત કયુ ન હતું.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોક રાધામીરા સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે વેચનું કામ કરનાર ભીખુભાઇ લાભુભાઇ વાઘાણી(ઉ.વ ૫૧) દ્રારા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પરેશ ધિરજભાઇ લામકા (રહે.કોળીવાસ,કુવાડવા) નું નામ આપ્યું છે. ભીખુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જમીન મકાન લે વેચના કામને લઇ તેમને કુવાડવામાં રહેતા પરેશ લામકા સાથે પરીચય થયો હતો.
પાંચેક માસ પૂર્વે પરેશ લામકા પાસેથી ધંધાના કામ માટે .૨૫૦૦૦ હજાર ઉછીના લીધા હતાં.જે પૈસા પરત આપવાની સગવડ ન થતા ભીખુભાઇએ પત્નીનું સોનાનું મંગળસૂત્ર બેંકમાં મુકી .૨૫ હજારની લોન લઇ પરેશભાઇને પૈસા પરત આપવાનું નક્કી કયુ હતું.જે બાબતે પરેશભાઇને કહ્યા હતાં.બંને તા.૧૯૭ ના રોજ કસ્તુરબા રોડ પર રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકે ગયા હતાં.જયા ગોલ્ડ લોન વિભાગમાં ભીખુભાઇએ પોતાના ડોકયુમેન્ટ આપતા જેમાં આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ હોય જેથી લોન થઇ શકે તેમ ન હોય આ બાબતે પરેશભાઇને વાત કરતા તેમણે પોતાના ડોકયુમેન્ટ આપ્યા હતાં.બાદમાં તેમના નામ પર લોન લઇ તેમને ૨૫ હજાર આપી દઇ હવે અમારે કઇં આપવાનું રહેતું નથી તેવું સ્પષ્ટ્ર કયુ હતું.
એકાદ મહિના બાદ ફરિયાદી પાસે પૈસાની સગવડ થતા તેઓ બેંકે જઇ મંગળસૂત્ર બાબતે વાત કરતા બેંક તરફથી જાણવા મળ્યું હતું કે, સોનું તો પરેશભાઇ લોન લીધાના ત્રીજા દિવસે જ ૨૫ હજાર ભરી લઇ ગયા છે.જેથી આ બાબતે ફરિયાદીએ પરેશભાઇનો સંપર્ક કરતા તેણે કહ્યું હતું કે મારી પૈસાની જર હોવાથી મેં તમા મંગળસૂત્ર બેંકમાંથી છોડાવી દીધું છે હત્પં તમને થોડા દિવસમાં પરત આપી દઇશ તેવી વાત કરી હતી.બાદમાં અવારનવાર માંગણી કરવા છતા આ મંગળસૂત્ર પરત ન આપતા અંતે ફરિયાદીએ આરોપી સામે વિશ્ર્વાઘાત કર્યા અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech