અશોક સમ્રાટ નગરમાં પાણીના નિકલ પર ખડકી દેવાયેલા તબેલા દુર કરાયા
જામનગર શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે એસ્ટેટ શાખાએ ધોસ બોલાવવાનું શ કર્યું છે, જેના ભાગપે અશોક સમ્રાટ નગરમાં કેટલાક શખ્સોએ મહત્વની કેનાલ ઉપર કેરણ રાખીને તબેલા બનાવી દેતા કોર્પોરેશનના સત્તાધીશો ચોંકી ઉઠ્યા હતા અને આખરે આજ સવારથી પાડતોડ ઓપરેશન શ કરાયું છે અને આ તમામ ગેરકાયદે તબેલા તોડી નાખવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીને માહિતી મળતા તેઓએ આજે એસ્ટેટ શાખાના અધિકારી મુકેશ વરણવા, સુનિલ ભાનુશાળીની ટીમને આ કેનાલ તાત્કાલિક ચોખ્ખી કરવા સૂચના આપી હતી, જેના ભાગપે જેસીબી અને ટ્રેકટર અશોક સમ્રાટ નગરમાં મોકલી દેવામાં આવ્યા હતા, ઘટના સ્થળ પર કેનાલને કેરણથી બુરી દેવામાં આવી હતી અને કેટલાક ભાગમાં તબેલા બનાવી દેવામાં આવ્યા હતા.
આજ સવારના 9 વાગ્યાથી તબેલા તોડવાની કામગીરી શ કરી દેવામાં આવી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવાશે, શહેરમાં જ્યાં જ્યાં પાણીને અવરોધપ ગેરકાયદે બાંધકામો કરાયા હશે ત્યાં કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળશે તેમ જાણવા મળે છે.
આ કાર્યવાહી શ થતાં જ આજુબાજુના વસતા લોકો એકઠા થઇ ગયા હતા, જો કે એવો કોઇ વિરોધ થયો ન હતો, કોર્પોરેશને તોડપાડની કામગીરી ચાલુ રાખી હતી, આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, આમ આજ સવારથી જ અશોક સમ્રાટ નગરમાં તબેલા તોડવાની કામગીરી શ કરવામાં આવી હતી.
જામનગરમાં એક તરફ પ્રિ-મોન્સુન કામગીરી ચાલી રહી છે, તેવા અરસામાં કેટલાક સ્થળોએ હજુ પણ ગેરકાયદે દબાણ યથાવત છે જે દૂર કરવામાં આવ્યા નથી, કેટલીક કેનાલોની આસપાસ પણ ગેરકાયદે બાંધકામો થઇ ગયા છે, અત્રે એ પ્રશ્ર્ન છે કે જ્યારે જ્યારે આ પ્રકારના ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા હોય ત્યારે શા માટે આવા બાંધકામો રોકવામાં આવતા નથી ?
કેટલીક કેનાલો પાસે દુકાનદારોએ પણ કેનાલને ઢાકીને તેના પર ટેબલ ખુરશી રાખી દીધા છે, પરંતુ આ બધી વસ્તુઓ એસ્ટેટ શાખાને શા માટે દેખાતી નથી ? એ પ્રશ્ર્ન પણ ઉઠ્યો છે. જો કેનાલ ઉપર બાંધકામ થઇ ગયા હશે તો ચોમાસામાં કેનાલની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાશે, ગયા વર્ષે એકાએક વરસાદ આવતા અને રંગમતી નદીનું પાણી છોડાતા કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણના કારણે પાણી ઘુસી ગયા હતા અને લોકોને ભારે નુકશાન થયું હતું.
આ વખતે વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઇએ, તેવું લોકોનું પણ કહેવું છે, જો કે કેટલાક વિસ્તારોમાંથી આ પ્રકારના ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી શ કરી દેવામાં આવે છે, ચોમાસાના માત્ર હવે દસેક દિવસનો સમય બાકી છે ત્યારે આવા ગેરકાયદે બાંધકામો ઝડપથી તોડવા જોઇએ તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech