પ્રદર્શન મેદાન અને સજુબા સ્કુલ પાસે પચ્ચાસથી વધુ રેંકડીઓ હટાવતી એસ્ટેટ શાખા

  • December 01, 2023 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગઇકાલે સમર્પણ હોસ્પિટલ પાસે રેંકડી, પાથરણાવાળાને  આજે ફરીથી એસ્ટેટ શાખાના અધિકારીઓએ પ્રદર્શન મેદાન અને સજુબા ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી પચ્ચાસથી વધુ રેંકડીઓને હટાવી હતી, મોટા ભાગના શાક વેંચનારાઓ પાસેથી માલ જપ્ત કર્યો હતો, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી એસ્ટેટ શાખાના મુકેશ વરણવા, નીતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી,  યુવરાજસિંહની ટીમે આજે સવારથી પ્રદર્શન મેદાનમાંથી રેંકડી હટાવવાની કામગીરી શરુ કરી હતી, થોડો વખત તણાવભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ રેંકડીઓ હટાવી હતી, ત્યારબાદ એક ટીમે સજુબા સ્કુલ પાસે પણ ફરીથી રેંકડી હટાવવાની કામગીરી કરી હતી, પ૦ થી વધુ રેંકડીવાળાઓની પાસેથી માલસામાન જપ્ત કર્યો હતો, દર શુક્રવારે આ મેદાનમાં ગુજરી બજાર ભરાય છે ત્યારે આજે મહાપાલિકાના તંત્ર દ્વારા આ તમામ રેંકડીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application