બોલિવૂડની 'ડ્રીમ ગર્લ' કહેવાતી હેમા માલિનીની ડોટર એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાની સાથેના છૂટાછેડાને કારણે લાંબા સમયથી ચર્ચામાં હતી. હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે, ઈશા અને ભરતે અલગ થવાનો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ સમાચારે તેના ચાહકોનું દિલ પણ તોડી નાખ્યું છે. જોકે, તેમનો સંબંધ ઘણો જૂનો છે. બંનેના લગ્નને ૧૧ વર્ષ થઈ ગયા છે, જે પછી બંને હવે અલગ થઈ રહ્યા છે. અલગ થવા અંગે દંપતીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું, 'અમે પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં અમે અમારા બંને બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો છે. તે બંને અમારા માટે હંમેશા પ્રાથમિકતા રહેશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાઈવસી જાળવી રાખે. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ૨૦૧૨માં લગ્ન કર્યા હતા અને તેમને રાધ્યા અને મીરાયા નામની બે પુત્રીઓ છે. આટલું જ નહીં, બંનેની લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી, જે એક ટિશ્યુ પેપરથી શરૂ થઈ હતી.
ઈશાએ તેના એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, 'તેનો અને ભરતનો રોમાંસ ટીનએજમાં શરૂ થયો હતો'. અભિનેત્રીએ કહ્યું હતું કે, 'હું જમનાબાઈ નર્સી સ્કૂલમાં ભણતી હતી અને ભરત બ્રાંડામાં આવેલી લર્નર એકેડમીમાં ભણતો હતો. તે એક એવી શાળા હતી જ્યાં સારા દેખાતા છોકરાઓ ભણતા હતા. અમે અમારી શાળા દ્વારા યોજાયેલી ઇન્ટર સ્કૂલ કોમ્પીટીશનમાં મળ્યા હતા. પોતાની લવ સ્ટોરી વિશે વાત કરતાં ઈશાએ આગળ કહ્યું, 'મેં મારો નંબર ટીશ્યુ પેપર પર લખીને ભરતને આપ્યો હતો. તે સમયે મારા દાંત પર બ્રેસીઝ હતા.
અગાઉ પણ બન્ને વચ્ચેના અણબનાવ અંગે મીડિયામાં અહેવાલ આવી ચુક્યા છે, છેલ્લા કેટલાક મહિનાઓથી ઈશા નાની-મોટી ઈવેન્ટ્સમાં એકલી જ હાજરી આપતી જોવા મળી હતી. તે દિવાળી પાર્ટીઓમાં પણ એકલી જ હાજરી આપતી હતી. જ્યારે હંમેશા એવું રહ્યું હતું કે તે તેના પતિ ભરત તખ્તાની સાથે ઇવેન્ટ્સ અને પાર્ટીઓમાં હાજરી આપતી હતી. એટલું જ નહીં, ભરત સાસુ હેમા માલિનીના ૭૫માં જન્મદિવસની ઉજવણીમાં પણ હાજર રહ્યો ન હતો. આનાથી અફવાઓને વધુ જોર મળ્યું કે દંપતી વચ્ચે બધું બરાબર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech