એર્દોગન ફરી એકવાર બન્યા તુર્કીના રાષ્ટ્રપતિ, સતત 11મી વખત થશે તાજપોશી

  • May 29, 2023 03:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસેપ તૈયપ એર્દોગન ચૂંટણી જીતીને ફરી તુર્કીના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ અત્યાર સુધી સતત અગિયાર ચૂંટણી જીતી ચૂક્યા છે.


તુર્કીના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રેસેપ તૈયપ એર્દોગન જીતી ગયા છે. તેઓ અત્યાર સુધી સતત 11 વખત ચૂંટણી જીત્યા છે. લાંબા સમયથી સત્તા પર રહેલા રેસેપ તૈયપ એર્દોગનને વિપક્ષી નેતા કેમલ કેલિકદરોગ્લુ સાથે ચૂંટણીમાં જોરદાર ટક્કર મળી હતી. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 14 મેના રોજ થયું હતું, જેમાં કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા ન હતા. આ જ કારણ હતું કે રન-ઓફ રાઉન્ડ કરવો પડ્યો હતો.


હવે 28 મેના રોજ યોજાયેલા રન-ઓફ રાઉન્ડમાં એર્દોગનનો વિજય થયો છે. એર્દોગનને કુલ 97 ટકા વોટમાંથી 52.1 ટકા અને કેમલને 47.9 ટકા વોટ મળ્યા હતા. પહેલા તબક્કાના મતદાનમાં એર્દોગનને 49.5 ટકા અને કેમલ કેલિકડારોગ્લુને 43.5 ટકા મત મળ્યા હતા. વાસ્તવમાં ફેબ્રુઆરીમાં આવેલા ભૂકંપ બાદ એર્દોગન માટે મુશ્કેલી વધી ગઈ હતી અને આ વખતે તેમને જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.


તમીમ બિન હમદે પાઠવ્યા અભિનંદન
એર્દોગનની જીત પર કતરના તમિમ બિન હમાદે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, "જીત પર અભિનંદન, નવા કાર્યકાળમાં સફળતાની શુભેચ્છા".



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application