ગુજરાતમાં ઇકિવટી રોકાણકારો ત્રણ જ વર્ષમાં બમણા થઈ ગયા

  • September 01, 2023 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જોખમ ઉઠાવવાની ક્ષમતા અને શેરબજારો માટેના ઝંખના પર સવાર થઈને ગુજરાતીઓએ ફરીથી સ્ટોક રોકાણ અને કમાણીમાં તેમની કુશળતા સાબિત કરી છે. નેશનલ સ્ટોક એકસચેન્જ દ્રારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, કોવિડ રોગચાળા પછી, નાણાકીય વર્ષ ૨૩ માં ગુજરાતમાં એકટીવ ઇકિવટી રોકાણકારોની સંખ્યા બમણી થઈને ૩૧ લાખ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦માં રાયમાં ૧૫ લાખ સક્રિય રોકાણકારો હતા.


વાસ્તવમાં, યારે નિયમિત ટ્રેડિંગની વાત આવે છે ત્યારે રાયના રોકાણકારો ભારતભરના રોકાણકારો કરતાં આગળ નીકળી ગયા છે. સમગ્ર ભારતમાં વર્ષમાં ઓછામાં ઓછા એક વખત વેપાર કરતા ૩૬% રોકાણકારોની સામે, ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૩ માં આવા ૪૫% રોકાણકારો છે.એનએસઈ ડેટા દર્શાવે છે કે ૭.૨૫ કરોડ નોંધાયેલા પાન એકાઉન્ટમાંથી, ૩૬% એટલે કે ૨.૬૨ કરોડનું નાણાકીય વર્ષ ૨૩માં શેરબજારમાં ટ્રેડિંગ થયું હતું. ગુજરાતમાં આ પ્રમાણ વધુ છે. અહીં, ૩૧ લાખ રજિસ્ટર્ડ પાન એકાઉન્ટસ જેમાં છેલ્લા નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ટ્રેડ થયેલા કુલ રજિસ્ટર્ડ ૬૯ લાખ પાન એકાઉન્ટમાંથી ૪૫%નો સમાવેશ થાય છે.


સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેકટર ગુંજન ચોકસીએ જણાવ્યું હતું કે, સક્રિય વેપારીઓની સંખ્યામાં સતત વધારો એ માત્ર ગુજરાતની ગતિશીલ નાણાકીય ઇકોસિસ્ટમ અને વધતી જતી નાણાકીય સાક્ષરતા દર્શાવે છે. મજબૂત રોકાણકાર આધાર સાથે, રાયએ પહેલેથી જ પોતાની જાતને સ્થાપિત કરી છે.

એકસેસની સરળતાએ  રોકાણકારોમાં વધારો કર્યેા
ગુજરાતના રોકાણકારોને તેમના ઇકિવટી ટ્રેડિંગમાં એકટીવ રહેવા માટે પ્રેરિત કરવાના મુખ્ય કારણોમાં સારી જાગૃતિ, ઉચ્ચ વળતર, નાણાં બચાવવાનું વધતું વલણ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્રારા અકસેસની સરળતા એ મુખ્ય કારણો છે. આ અંગે સ્પષ્ટ્રતા કરતાં, સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેકટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, કોવિડ–૧૯ રોગચાળા પછી મંદી હોવા છતાં, બજારોએ નવા વિક્રમી ઐંચાઈને સ્પર્શતા સૂચકાંકો સાથે સારો દેખાવ કર્યેા છે. ઐંચા વળતર અને વધતી જાગકતાથી લાલચમાં વધુ યુવા રોકાણકારોએ ડીમેટ એકાઉન્ટસ અને ટ્રેડિંગ ખાતા ખોલવાનું શ કયુ. આ વલણ ખાસ કરીને માર્ચ ૨૦૨૦ થી આકાર પામ્યું. ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટસે એમ પણ જણાવ્યું હતું કે મોબાઈલ એપ્સ અને વેબસાઈટસ દ્રારા એકસેસની સરળતાને કારણે સંખ્યાબધં છૂટક રોકાણકારોએ બજાર અને ટ્રેડિંગને સમજવાનું શ કયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application