જેતપુર તાલુકાથી માત્ર ત્રણ કિમીના અંતરે આવેલ ભાદર નદીના કાંઠે વસેલ દેરડી ગામ પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ગામમાં ચાર દિવસે ભાદર ડેમનું પાણી ગામના કુવાના દૂષિત પાણી સાથે ભેળવી વિતરણ કરવામાં આવે છે. આ પાણીથી સ્થાનિકો પેટના દુખાવા તેમજ પાણીજન્ય રોગોનો શિકાર બન્યા છે. ગામવાસીઓ પીવા માટે બે કિમી દૂર નર્મદાના એર વાલ્વમાંથી છલીને જતું પાણી ભરવા જવું પડતું હોય ગામવાસીઓની એક જ માંગ કરી રહ્યા છે અમોને ભાદર ડેમનું કે નર્મદાનું મીઠું પાણી આપો.
ગામને અમરનગર જૂથ યોજનામાં આવતું ભાદર ડેમના પાણી સાથે ગામમાં આવેલ કુવાના પાણી બંને પાણીને એકઠું કરી ચાર દિવસે ૪૫ મિનીટ જેટલો સમય વિતરણ કરવામાં આવે છે. જેમાં ગામમાં ઘણા ઘરો સુધી તો પાણી પહોંચતું પણ નથી. અને સૌથી મોટી સમસ્યા તો ગામમાં આવેલ કુવાના પાણીની છે ગામમાં રહેતા શિલ્પાબેન બારૈયા જણાવે છે કે કુવાનું પાણી ભાદર ડેમના પાણી સાથે ભેળવવામાં આવતું હોવાથી ભાદરનું સાં મીઠું પાણી પણ દૂષિત થઈ જાય છે. ગામના કુવાની વાત કરતા જયાબેન મકવાણાએ જણાવેલ કે, કુવાના પાણી દૂષિત પાણી છે તેં પાણીને ભાદરના પાણીને પણ દૂષિત કરી નાખે છે અને પાણીથી પેટના દુખાવા થવા ચામડીમાં ખંજવાળ આવવી તેમજ પાણીજન્ય રોગો થાય છે. યારે દક્ષાબેન રાઠોડે જણાવેલ કે, આ પાણીથી ચા નથી બનતી કે નથી બનતી રસોઈ કેમ કે પાણીથી કોઈ શાક ચડતા જ નથી.
જેથી સ્થાનિક મહિલાઓને મીઠા પાણી માટે ગામથી બે કિમી દૂર નર્મદાની પાણીની લાઈનનો એર વાલ્વ આવેલ છે તે એર વાલ્વમાંથી ઉપરથી પાણી છલીને નીચે પડે છે ત્યાં ગામવાસીઓએ પ્લાસ્ટિકની નળી રાખી તેમાંથી પીવાનું પાણી ભરે છે. પરંતુ તે એર વાલ્વ ગામથી દૂર હોવાથી મહિલાઓ સાંજે કામ ઉપરથી આવીને માંડ એકાદ બેડું જેટલું પાણી ભરી શકે છે. અને મુખ્ય રોડ પરથી પાણી ભરવા જવું પડતું હોય ત્યાં અકસ્માતનો ભય પણ રહેલો છે. જેથી ગામને કોઈ પણ ભોગે નર્મદાનું કે ભાદર ડેમનું મીઠું પાણી આપવામાં આવે તેવી મહિલાઓ મગં કરી રહી છે.
ગામના આગેવાન મહેશભાઈ ગોંડલીયાએ જણાવ્યું કે, ગામના કુવાનું પાણી દૂષિત પાણી છે ચાર વર્ષ પૂર્વે જીપીસીબીની દ્રારા કુવાના પાણીનું પરીક્ષણ કયુ ત્યારે તે પાણી પીવા લાયક ન હોવાનો રીપોર્ટ આવેલ હતો. જેથી કુવાના પાણી સાથે ભાદર ડેમનું પાણી ભેળવવાથી ભાદરનું પાણી પણ દૂષિત થઈ જાય છે અને આવા પાણી વિતરણથી ગામમાં બીમારી રોગ ફેલાય છે
સરપચં કહે છે, રજૂઆત કરી છે ટીડીઓ કહે છે અમને જાણ નથી
દેરડી ગામના સરપચં પ્રવીણભાઈ તારપરાને પૂછતાં તેઓએ જણાવેલ બે મહિના પૂર્વે ભાદર નદીમાં પુર આવતા અમારા ગામને પાણીની લાઇન તેમાં તણાઈ ગઈ હતી એટલે છેલ્લ ા બે મહિનાથી તો ગામને ફકત કુવાનું પાણી જ વિતરણ કરવામાં આવે છે તેના કારણે ગામમાં પાણીની સમસ્યા સર્જાય છે અને આ અંગે પાણી પુરવઠા બોર્ડની કચેરીને રજુઆત પણ કરી છે. યારે તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરિયાએ જણાવેલ કે તેઓને દેરડી ગામની પાણીની સમસ્યા અંગે જાણ નથી. પરંતુ ચાર દિવસે પાણી મળતું હશે તો ગામને એકાંતરે પાણી મળે તે માટે બનતી તમામ કામગીરી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech