રાજકોટ શહેરને સતત છેલ્લા એક પખવાડિયાથી રોગચાળાએ અજગર ભરડો લીધો છે. ઋતુજન્ય, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાનું ત્રિભેટે આક્રમણ થયું છે. કોલેરા, ટાઇફોઇડ, મરડો, મેલેરીયા સહિત વિવિધ રોગના કુલ 1856 કેસ નોંધાયા છે. જોકે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ પણ હોવાનું ખાનગી તબીબી વર્તુળો જણાવી રહ્યા છે પરંતુ મહાપાલિકાએ જાહેર કરેલા રિપોર્ટમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો એક પણ કેસ દશર્વ્યિો નથી!
વિશેષમાં મહાપાલિકાના એપેડમિક રિપોર્ટમાં શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં કુલ 1856 કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે જેમાં મેલેરિયાનો એક કેસ, શરદી ઉધરસના 1076 કેસ, તાવના 476 કેસ, ઝાડા ઉલ્ટીના 296 કેસ, ટાઈફોઈડના ચાર કેસ, મરડાનો એક કેસ તેમજ કોલેરાના બે કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું છે. શહેરના ખાનગી તબીબોના મતે મહાપાલિકાએ જાહેર કરેલા કેસની તુલનાએ હાલ શહેરમાં દસ ગણો રોગચાળો છે.
દરમિયાન કોલેરાની સ્થિતિ અંગે મ્યુનિ.આરોગ્ય અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અગાઉ ગોંડલ રોડ ઉપર લોહાનગર વિસ્તાર કે રેલવે ટ્રેક પાસેની ઝુંપડપટ્ટી છે ત્યાંથી છ વર્ષના બાળકનો કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો હવે તેની તબિયત સુધારા ઉપર છે પરંતુ આ જ વિસ્તારમાં અન્ય શંકાસ્પદ જણાતા છ બાળકોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી દોઢ વર્ષની ઉંમરની એક બાળકીનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સારવાર ચાલી રહી છે અને હાલ તબિયત સુધારા ઉપર છે.
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ રોગચાળો નાથવા કરેલી કામગીરીની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે હેલ્થ વર્કર્સની 360 ટીમો દ્વારા 1,08,220 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા મચ્છરના ઉપદ્રવની ફરિયાદોને પગલે 317 ઘરોમાં ફોગીંગ કર્યું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવ સમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવાયા છે. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 698 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ અંગે રહેણાંકમાં 300 અને કોર્મશીયલમાં 431 આસામીને નોટીસ આપી રૂા.29,300નો વહિવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા આટલું કરો
(1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(4) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(7) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech