વૃક્ષારોપણ કરી, રોપાનું વિતરણ પણ કરાયું
ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલી શાળામાં પર્યાવરણીય અભિગમને વધુ સુદ્રઢ બનાવવા અને બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અંગેનું મહત્વ જળવાઈ રહે તે માટે શનિવારે શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહીંના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ધી પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે શનિવારે "ગ્રીન ડે સેલિબ્રેશન"ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આ શાળાના વિદ્યાર્થીઓ ગ્રીન પહેરવેશ ધારણ કરીને આવ્યા હતા. આ સાથે શાળામાં ગ્રીન થીમ પર આંશિક ડેકોરેશન કરી અને અહીં બાળકોને ફોટોગ્રાફી કરાઈ હતી.
આ પછી શાળા કેમ્પસમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પર્યાવરણલક્ષી અભિગમ દાખવીને બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રાકૃતિક વારસાનું જતન, ક્લાયમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, સ્વચ્છતા, વિગેરે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે શાળાના ડાયરેક્ટર માહીભાઈ સતવારા તેમજ આચાર્ય ચંદુસર દ્વારા તમામ બાળકોને વિવિધ પ્રકારના ફ્રુટના રોપા તેમજ સીડ્સની કીટ પણ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech