નમકીન માર્કેટમાં મોટા પ્લેયર ગોકુલ સ્નેક્સનું આગમન, સી. આર. પાટીલના હસ્તે પ્લાન્ટનું ભવ્ય ઉદ્દઘાટન 

  • May 22, 2023 10:43 AM 

ગોકુલ સ્નેક્સના આંગણે સી. આર. પાટીલ, નમકીનના અદ્યતન પ્લાન્ટનું કર્યું લોકાર્પણ 
હદવાણી પરિવારને પાઠવેલી ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા  


નમકીનની દુનિયામાં વધુ એક મોટા પ્લેયર ગોકુલ સ્નેક્સની એન્ટ્રી થઈ છે અને આજે રાજકોટની ભાગોળે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ગોકુલ સ્નેકસના અત્યાધુનિક પ્લાન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. 43 પ્રકારના હાઈજેનિક નમકીન બનાવતી ગોકુલ સ્નેકસના સ્થાપક પ્રફુલભાઈ હદવાણી તથા તેની ટીમને ઉત્તરોત્તર પ્રગતિની સી. આર. પાટિલે શુભકામના પાઠવી હતી .

ગોકુલ નમકીન ગ્રૂપના સ્થાપક શ્રી પ્રફુલભાઈ હદવાણીએ જણાવ્યું હતું કે, નીતિમત્તા, સિદ્ધાંતો અને રાષ્ટ્રવાદની ભાવના સાથે અમે ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં નવું સાહસ કર્યું છે. આ ઈન્ડસ્ટ્રીઝનો પાયો જ સ્ત્રીસશક્તિકરણ છે. હાલ આશરે 3.50 લાખ સ્કવેર ફૂટથી વધુ જમીન ઉપર રૂૂપિયા 200 કરોડના ખર્ચે અશકય કહી શકાય તેવા માત્ર છ માસમાં સમગ્ર પ્લાન્ટ ઊભો કરીને પ્રોડકશન શરૂૂૂ કરી દેવામાં આવ્યું છે, જે ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક નવી હિસ્ટ્રી છે.

શ્રી પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાનો પ્લાન્ટ કાર્યાન્વિત થતા આશરે 300 લોકોને રોજગારી મળશે જ્યારે બીજા તબક્કાનો પ્લાન્ટ શરૂૂૂ થતા બે હજાર લોકોને રોજગારી પ્રાપ્ત થશે અને ભવિષ્યમાં ગોકુલ નમકીનનું વિસ્તરણ કરી પાંચ હજાર લોકોને રોજગારી આપવાનું અમારૂૂૂ લક્ષ્ય છે.

તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ સાથે વિકાસના કદમ મિલાવી અમારી આ ઈન્ડસ્ટ્રીઝમાં 60 ટકાથી વધુ મહિલાઓને રોજગારી પ્રદાન કરવાનો અમારો ધ્યેય છે. સાથોસાથ અમારી સાથે કામ કરતી દીકરીઓના આરોગ્ય, ભણતર અને બચત સહિતની જવાબદારી નિભાવવાનું અમારું આયોજન છે. સાથોસાથ દીકરીના લગ્ન પ્રસંગમાં એક પરિવારની માફક અમે સાથે ઊભા રહી કરિયાવર માટે પણ વિશેષ આયોજન કર્યું છે. નોકરી સાથે એક્સટર્નલ  અભ્યાસ કરતી દીકરીઓને તેના સપનાં સાકાર કરવામાં પણ અમે શકય તેટલા પ્રયાસો કરવાનો નિર્ધાર કર્યો છે.
​​​​​​​

ગોકુલ નમકીનમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂૂૂપ થતી દીકરીઓના માતા-પિતા માટે પણ અમે પવિત્ર યાત્રાધામોની યાત્રા કરાવવા સહિતના આયોજનો પણ વિચારેલ છે.
        
આ વિશાળ પ્લાન્ટના ઉદ્દઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ઉપરાંત ધારાસભ્યો કાંતિભાઇ અમૃતિયા (મોરબી), ડો.દર્શિતાબેન શાહ (રાજકોટ), ઉદયભાઇ કાનગડ (રાજકોટ), જીતુભાઇ સોમાણી (વાંકાનેર) તથા દુર્લભજીભાઇ દેથરિયા (ટંકારા), વાંકાનેર બાઉન્ડરી નેશનલ હાઇવે ઇન્ડસ્ટ્રિયલ એસો.ના પ્રમુખ ગૌતમભાઇ ધમસાણિયા,રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, મેટોડા જી.આઇ.ડી.સી.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂ.પા.108 ગોસ્વામી શ્રી પ્રણયકુમારજી મહારાજ- વડોદરા, પ.પૂ. શ્રી કરશનદાસબાપુ- પરબધામ તથા ત્યાગવલ્લભસ્વામી- આત્મીય યુનિ. આશિર્વચન આપ્યા હતા.

આ પ્રસંગે અનેક રાજકીય તથા ઔદ્યોગિક ક્ષેત્રના મહાનુભાવો અને સંતો -મહંતો એ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application