દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાંબા સમય બાદ કોરોનાની એન્ટ્રી: નવો એક કેસ નોંધાયો

  • May 02, 2023 11:02 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા કોરોનાના ટેસ્ટ દરમિયાન નવો એક પોઝિટિવ દર્દી નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી વિગત મુજબ સોમવારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં કરવામાં આવેલા કુલ 229 કોવિડ ટેસ્ટ પૈકી ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે એક મહિલા દર્દીને કોરોના પોઝિટિવ હોવાનું જાહેર થયું છે. વર્ષ 2023 ના આ ચાર મહિના દરમિયાન કુલ છ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ કોવિડ પોઝિટિવ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં કોવિડ પોઝિટિવ રેટ 0.44 ટકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application