ઈલોન મસ્કની ટેસ્લા કંપની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે ત્યારે ટેરીફ મુદો ફરીવાર ચર્ચામાં આવ્યો છે અને હજુ પણ ટ્રમ્પ સરકાર ઇચ્છે છે કે ભારત ઓટોમોબાઈલની આયાત પર ટેરિફ ઘટાડે.નોંધનીય છે કે ભારત વાહનોની આયાત પર ૧૧૦ ટકા ટેરિફ લાદે છે. અમેરિકાએ ભારતના ઊંચા ટેરિફની ટીકા કરી હતી.અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર ઇચ્છે છે કે ભારત પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર હેઠળ ઓટોમોબાઈલ આયાત પરના ટેરિફ દૂર કરે.કેટલાક સૂત્રોએ માહિતી આપી હતી કે ભારત સરકાર સંભવિત ઘટાડા પર વિચાર કરી રહી છે, પરંતુ તેને સંપૂર્ણપણે દૂર કરવામાં ખચકાટ અનુભવી રહી છે.
ભારત અન્ય દેશોમાંથી આયાત થતા વાહનો પર ૧૧૦ ટકા ટેરિફ લાદે છે. ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે કહ્યું હતું કે ઊંચા ટેરિફને કારણે, આ અમેરિકન ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીએ ભારતીય બજારોમાં પ્રવેશવાની તેની યોજના મુલતવી રાખી હતી.અહી જણાવી દઈએ કે ભારત ઓટોમોબાઈલ ક્ષેત્રે વિશ્વનું ત્રીજું સૌથી મોટું બજાર છે.
અમેરિકાને ભારતના ઊંચા ટેરિફ સામે વાંધો
રોઇટર્સને આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતના ઓટોમોબાઇલ પરના વિશાળ ટેરિફ અંગે નજીકના ભવિષ્યમાં ઔપચારિક વાતચીત થશે. તેનો લાભ ઈલોન મસ્કની ટેસ્લા મેળવી શકે છે, જેની ભારતમાં એન્ટ્રી લગભગ નિશ્ચિત છે. કંપની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે. ટ્રમ્પે મસ્કને ટેકો આપતી વખતે ભારતના ઊંચા ટેરિફની વારંવાર ટીકા પણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech