આજ રોજ જોડિયા તાલુકા ની નેસડા પ્રા. શાળામાં કન્યા કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશઉત્સવ યોજવામાં આવ્યો. જેમાં રાજ્ય કક્ષાએ થી સંસદીય વિભાગ ના ઉપ સચિવ શ્રી સુતરિયા મેડમ ઉપસ્થિત રહ્યા હતા.સાથે હિસાબી અધિકારી જામનગર ના ભક્તિબેન તથા એડવોકેટ દીક્ષિતબેન ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સૌ પ્રથમ મહેમાનો નું શાળા ની બાળાઓ દ્વારા પુસ્તક અને પેન દવારા સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ દીપ પ્રાગટય અને સમૂહ પ્રાર્થના કરવામાં આવી.ત્યાર બાદ અધિકારી દ્વારા નાના બાળકો ને બાલવાટિકા અને આંગણવાડી ના બાળકો ને શૈક્ષણિક કીટ,લંચ બોક્સ,પાણી બોટલ આપી પ્રવેશ કરાવ્યો હતો. શાળાના બાળકોએ બેટી બચાવો,વૃક્ષઓ નું મહત્વ વિશે સ્પીચ આપી હતી. તેજસ્વી વિદ્યાર્થીનું બહુમાન કરવામાં આવ્યું હતું.ઉપ સચિવ શ્રી સુતરિયા મેડમે બાળકો અને વાલીઓ ને સરકારની વિવિધ યોજના ની વાત કરી.અને બાળકો ને વધુ શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવું જણાવ્યું.ત્યાર બાદ ગત વર્ષ ના બાળકો ના પેટ,સેટ ના મૂલ્યાંકન તપાસવામાં આવ્યું હતું.જે જોઈ ખૂબ પ્રસન્શા કરી હતી.બાળકો ને શાળા ના વિવિધ દાતાઓ દવારા સ્ટેસનરી રૂપી 13333/- દાન આપવામાં આવ્યું હતું.આ તકે શાળા ના આચાર્યશ્રી ભાવેશભાઈ પનારા એ તમામ અધિકારી નો આભાર તથા તમામ દાતા નો આભાર માન્યો હતો.આ તકે ગામના સરપંચ રાજુભાઇ મકવાણા ,smc અધ્યક્ષ પનાલાલ સોલંકી તથા ગામના આગેવાનો,વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આવેલ અધિકારીએ શાળાની કામગીરી ની ખૂબ પ્રસનશા કરી હતી.અંતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું ને પનાલાલ સોલંકી દવારા તિથિ ભોજન કરવામાં આવ્યું હતું.લાઇજન અધિકારી તરીકે સી.આર.સી. કો. કનુભાઈ જાટીયા તેમજ રાણીપા જાગૃતિબેન જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતું તારા મિત્ર સાથે હોય ત્યારે બહુ હવા કરે છે? કહી મારમાર્યો: આરોપીઓ સામે રાયોટનો ગુનો નોંધાયો
April 16, 2025 03:29 PMજો ગરમીમાં કંઈક ઠંડુ ખાવા માંગતા હો તો બનાવો કોલ્ડ સેન્ડવીચ, અજમાવી જુઓ આ 3 વાનગીઓ
April 16, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech