ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ બ્રેક લીધો:આખું બોલીવૂડ જામનગર પહોંચ્યું
જામનગરમાં હાલમાં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો છે. અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવૂડ સ્ટાર્સ હાજરી આપવા પહોંચ્યા છે.આ ભવ્ય કાર્યક્રમ 3 માર્ચ સુધી ચાલુ રહેશે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ 3 માર્ચ દરમિયાન યોજાશે અને આ દરમિયાન માત્ર ભારતની જાણીતી હસ્તીઓ જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ જામનગરમાં હાજર છે. જો બોલિવૂડની જ વાત કરીએ તો લગભગ આખું બોલિવૂડ અહીં પહોંચી ગયું છે. કેટલાક તેમના પરિવાર સાથે આવ્યા છે અને કેટલાક એકલા આવ્યા છે, પરંતુ લાગે છે કે બધાએ થોડા દિવસો માટે તેમના કામમાંથી બ્રેક લીધો છે.
અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટી અને બિઝનેસ જગતના તમામ મોટા ઉદ્યોગપતિઓ આ સેલિબ્રેશનનો હિસ્સો બન્યા છે.
મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી, પુત્ર, પુત્રવધૂ અને પરિવારના સભ્યો ઉપરાંત તેમના ભાઈ અનિલ અંબાણી પણ તેમના પરિવાર સાથે જામનગરમાં છે. આ સિવાય બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ પણ પોતાની ફિલ્મોના શુટીંગને રોકીને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજર છે.અમુક એકલા આવ્યા છે તો અમુક સ્ટાર્સ પરિવાર સાથે આવી પહોચ્યા છે. જામનગરનો જલવા ચોતરફ છવાયો છે. અત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ છે. અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ ધામધૂમથી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech