તા. 7 થી તા. 17 સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન
ખંભાળીયા શહેરમાં અનેક સ્થળે મોટી સંખ્યામાં લોકો દ્વારા ગણેશ ઉત્સવો થાય છે ત્યારે ખંભાળીયાના નવાપરા વિસ્તારમાં નવાપરા યુવક મંડળ દ્વારા સતત તેર વર્ષોથી થતા ગણેશ ઉત્સવ તથા તેમાં દરરોજ થતા વિશિષ્ટ દર્શન તથા કાર્યક્રમો આકર્ષણરૂપ બન્યા છે.
આ તકે 7-09 થી 17-09 એમ 11 દિવસ સુધી કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં તા. 07-09ના ભવ્ય રીતે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સ્થાપના થયા પછી તા. 8-09ના ગણેશજીને પ્રિય *ધ્રોકળ* તથા ફૂલના દર્શન થયા હતા. તા. 09-09ના સુકામેવાના શણગારના દર્શન, 10-09ના 101 લાડુના ભોગના વિશેષ દર્શન, 11-09ના છપ્પનભોગ દર્શન સાથે નંદ મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા.
આ ઉપરાંત તા. 12-09ના 101 દિવડાની દીપમાળાના દર્શન, તા. 13-09ના વિશિષ્ટ રંગોલી તથા રાત્રે ગાયત્રી ગરબા મંડળની શ્રીનાથજીની ઝાખીનો કાર્યક્રમ યોજાયો છે. તા. 14-09ના શાકભાજીના શણગારના અલૌકિક દર્શન, તા. 15-09ના અમરનાથ બાબાના દર્શન, તા. 16-09ના ફૂટનો અન્નકોટ તથા તા. 17-09ના બપોર પછી વિસર્જન થશે નવાપરા શેરી ન-6માં રોજ નિત્ય નવા શણગાર સાથેના દર્શનનો લાભ લેવા નવાપરાના અગ્રણી તથા પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech