માળિયાના ખાખરેચી ગામની ફાટક પાસેથી સુપર કેરી વાહનમાંથી દારૂની 11 બોટલ અને એક બીયર મળી આવતા પોલીસે 1.58 લાખના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો છે.માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરેચી ગામની ફાટક પાસેથી સુપર કેરી વાહન જીજે 36 વી 9482 પસાર થતા ઈંગ્લીશ દારૂની 10 બોટલ કીમત રૂ 8500 તેમજ અન્ય બ્રાંડની એક બોટલ કીમત રૂ 375 અને બીયર નંગ 01 કીમત રૂ 100 મળી આવતા પોલીસે દારૂ અને બીયર તેમજ વાહન સહીત 1,58,975 નો મુદામાલ જપ્ત કરી આરોપી કલ્પેશ ઉર્ફે કમલેશ બાબુભાઈ ધોરકડીયા રહે સુરવદર તા.હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારામાં છેતરપીંડીના ગુન્હામાં દશ વર્ષથી નાસતો ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં છેલ્લ ા દશ વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠાથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.મોરબી પેરોલ ફર્લો સ્કોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકુમાર રામનિવાસ જાટ રહે.ગોવર્ધનપુરા, જ્યોતીકી ઢાણી તા.બુહાના જિ.ઝૂંઝનુ રાજસ્થાન વાળો હાલે બનાસકાંઠા જિલ્લ ાના દિયોદર, જેતડા રોડ એ.પી.એમ.સી. નવી માર્કેટીંગ યાર્ડમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ બનાવી તપાસ કરતા વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજકુમર રામનિવાસ નેતરામ જાજડીયા મળી આવતા આરોપીને હસ્તગત કરી એલ.સી.બી. ખાતે લાવી વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામા કલમ- 35(1),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.
મોરબી ઙ્કોલીસઙ્ગી રેડ: દારૂ સાથે 2 ઝબ્બે
મોરબી બી ડીવીઝન પોલીસે વિશીપરા અને નવલખી રોડ પર અલગ અલગ દરોડા પાડીને વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વિશીપરા ગુલાબનગરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 2 કીમત રૂ.700 સાથે મહેબતભાઈ ઉર્ફે ઇમરાન યુસુફભાઈ મકરાણીને ઝડપી પાડ્યો હતો તો બીજા બનાવમાં નવલખી અમૃતપાર્ક સામે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ 1 કીમત રૂ.641 સાથે અજયભાઈ મુન્નાભાઈ યાદવને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech