BREAKING NEWS

પેપર નબળું ગયું છે...માતા-પિતાને કહી એન્જિનિયરિંગ વિદ્યાર્થીનો આપઘાત, પરિવાર સ્વામિનારાયણની સભામાં ગયો ને પાછળથી ફાંસો ખાધો

  • December 06, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેપર નબળું જતા આત્મીય કોલેજના ૨૦ વર્ષના એન્જીનીયરિંગ વિધાર્થીએ અવિનાશ મોડી રાત્રે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગઈકાલે રાત્રે જમતી વખતે છાત્રએ માતા-પિતાને કહ્યું હતું કે, પેપર નબળું ગયું છે. બાદમાં પરિવારના સભ્યો સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં ગયા બાદ પાછળથી તેણે આ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.


આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અવિનાશ હરસુખભાઈ મોલીયા (ઉ.વ.૨૦, રહે–સવાશ્રય સોસાયટી શેરી નં.૫, આનદં બંગલા ચોક પાસે, રાજકોટ)એ ગઈકાલે મોડી રાત્રે ૧૨ વાગ્યાં આસપાસ ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા ૧૦૮માં ફોન કર્યેા હતો. ૧૦૮ ના ઇએમટી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યેા હતો અને પોલીસ કંટ્રોલ મમાં જાણ કરી હતી. જેથી માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એ. વી. ચાવડા તેમની ટીમ સાથે દોડી ગયા હતા. જરી કાગળ કાર્યવાહી કરીને મૃતદેહ પીએમ માટે ખસેડો હતો.


પરિવારજનોની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અવિનાશ એક બહેન અને એક ભાઈના પરિવારમાં નાનો હતો. તેના પિતા હરસુખભાઈ, માતા રસીલાબેન સહિતના પરિવારજનો સાથે રહેતો હતો. રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે છેલ્લા સેમેસ્ટરમાં હાલ પરીક્ષા આપી રહ્યો હતો. ગઈકાલે રાત્રે પરિવારજનો જમવા બેઠા હતા ત્યારે અવિનાશે ચિંતા વ્યકત કરતા બધાને જણાવ્યું હતું કે, તેનું પેપર નબળું ગયું છે. તે સમયે પિતાએ ચિંતા ન કરવા કહ્યું હતું અને પરિવારજનો બધા સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં જતા હોય અવિનાશને પણ ત્યાં આવવા માટે કહ્યું હતું. 


જોકે અવિનાશે કહ્યું હતું કે, તમે બધા જતા આવો હત્પં ઘરે રહત્પં છું. પરિવારજનો સ્વામિનારાયણ સંપ્રદાયની સભામાં ગયા બાદ પરત ઘરે આવ્યા ત્યારે અવિનાશ ઘરના હોલમાં આવેલી ગ્રીલમાં દોરી બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતાં. વધુમાં અવિનાશના પિતા હરસુખભાઈ પોતે સિવિલ એન્જીનીયર છે. હાલ તેઓ પોતાનું કારખાનું ચલાવે છે. અવિનાશે પરીક્ષામાં પેપર નબળું જતા પગલું ભરી લીધાનું કારણ બહાર આવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News