એન્જિનિયર્ડ બેક્ટેરિયાથી હવે ઓછું થશે બ્લડ પ્રેશરનું જોખમ, શરીરની અંદર જ થઇ જશે ઈલાજ

  • October 31, 2023 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટોલેડોના સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે એન્જિનિયર્ડ બેક્ટેરિયા બ્લડ પ્રેશર ઘટાડવામાં સફળ થયા છે. આ અભૂતપૂર્વ શોધ હાઈ બ્લડ પ્રેશરની સંભવિત સારવારમાં ક્રાંતિ લાવી શકે છે. પીઅર રિવ્યુ જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા આ સંશોધનના લેખક ડો. બીના જોએ જણાવ્યું હતું કે આ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે કે શું માઇક્રોબાયોટા (આંતરડાના બેક્ટેરિયા) નો ઉપયોગ રોગોની સારવારમાં થઈ શકે છે, જે સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશરમાં ભૂમિકા ભજવે છે. હવે પહેલીવાર અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે આ ખરેખર શક્ય છે. ડો.જોએ જણાવ્યું હતું કે, હાઈ બ્લડ પ્રેશરમાં સારવાર માટે આશાનું કિરણ છે, જેને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા પરંપરાગત દવાઓની જરૂર પડશે નહીં. અનિયંત્રિત બ્લડ પ્રેશર હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીના રોગ માટે વધુ જોખમ ઊભું કરે છે. યુટોલેડો કોલેજ ઓફ મેડિસિન એન્ડ લાઇફ સાયન્સના ફિઝિયોલોજીના વડા ડો. જોની ટીમે આંતરડાના બેક્ટેરિયમ લેક્ટોબેસિલસ પેરાકેસીનું પરીક્ષણ કર્યું હતું.
પ્રયોગશાળાના ઉંદરોને પ્રોબાયોટિક તરીકે એન્જિનિયર્ડ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ પેરાકેસી ખવડાવીને, સંશોધકોએ તેમના આંતરડામાં એસીઈ2 એન્ઝાઇમ ઇન્જેક્ટ કર્યું. આનાથી ઉંદરોના આંતરડામાં એન્જીયોટેન્સિન 2 ઘટ્યું અને આનાથી બ્લડ પ્રેશરમાં ઘટાડો થયો. જો કે, રસપ્રદ વાત એ છે કે બ્લડ પ્રેશર ઘટાડવાની અસર માત્ર માદા ઉંદરોમાં જોવા મળી હતી. એસીઈ2એ કોવીડ 19 રોગચાળા દરમિયાન વાયરસ માટે મુખ્ય રીસેપ્ટર તરીકે ભૂમિકા ભજવી હતી.


અન્ય રોગોમાં પણ અસરકારક
ડો.બીના જોએ જણાવ્યું કે, બેક્ટેરિયા અન્ય રોગોથી પણ રાહત આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો શુગર નિયંત્રિત કરવું મુશ્કેલ હોય, તો બેક્ટેરિયામાંથી પ્રોટીન બનાવી શકાય છે, જે બ્લડ શુગરને ઘટાડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application