રાજકોટ માર્કેટ યાર્ડમાં સીઝનના અંતે પાંચ લાખ કિલો સૂકા મરચાની આવક

  • February 07, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સવારે થયેલી હરાજીમાં પાંચ લાખ કિલો સૂકા મરચાની આવક થઇ હતી. રાજકોટ તાલુકામાં આ વર્ષે મરચાનું વિક્રમી વાવેતર અને પુષ્કળ ઉત્પાદન થયું છે તેના લીધે મરચાના વ્યાપારમાં ગોંડલ માર્કેટ યાર્ડની મોનોપોલી પણ તૂટી છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે આજે સીઝનના અંતે યાર્ડમાં સુકા મરચાંની ૧૨૫૦૦ ભારીની આવક હતી, દરેક ભારીમાં સરેરાશ ૪૦ કિલો વજન હોય છે એ મુજબ આજે પાંચ લાખ કિલો મરચાની આવક થઇ હતી. મરચા ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી મરચાંની ઉતરાઇ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News