આજે હનુમાન જયંતિ છે ત્યારે ગુજરાતભરમાં હનુમાનજીના મંદિરે ધામધૂમથી દાદાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત જ નહીં પણ દેશ-વિદેશના લોકોમાં આસ્થાનું કેન્દ્ર એવા સાળંગપુરમાં આજે કષ્ટભંજન દેવના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સાળંગપુરમાં બે દિવસ હનુમાન જયંતિના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને બાદમાં મગંળાઆરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
ભવ્ય કળશયાત્રાનું આયોજન
સાળંગપુરમાં આવેલા કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શુક્રવારે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હનુમાનજીને શ્રીલંકાથી મગાવેલા 700 પીસના ફૂલો, સેવંતીના મિક્સ ફૂલ અને થાઈલેન્ડથી મગાવેલા હારનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
શુક્રવારે અંદાજે ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં
સાંજે 4.30 વાગ્યે નારાયણ કુંડથી નીકળી મંદિરના પ્રાંગણ સુધી કળશ યાત્રા કાઢવામાં આવી હતી. શુક્રવારે અંદાજે ત્રણ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યાં હતાં. કળશ યાત્રામાં ગજરાજ, ઘોડા અને બળદ ગાડા જોડાયા હતા. યાત્રા દરમિયાન સીદી નૃત્યુ પણ રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech