પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજય પત્રિત કર્મચારીઓની ઓનલાઈન આંતર જિલ્લા ફેર બદલી કરવાનો નિર્ણય ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા લેવામાં આવ્યો છે. આ સંદર્ભે પંચાયત વિભાગના નાયબ સચિવ દ્રારા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને એક પરિપત્ર પાઠવીને તે અંગેની જાણ કરવામાં આવી છે. પંચાયત વિભાગના આ પરિપત્રમાં જણાવ્યા મુજબ આવા કર્મચારીઓની બદલી વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઈન કરવાનો નિર્ણય લેવાયો છે. તેના અનુસંધાનમાં જે તે વિભાગ દ્રારા તારીખ ૨૦ ફેબ્રુઆરીથી ઓનલાઈન આંતર જિલ્લા ફેર બદલીની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. આ માટેની પૂર્વ તૈયારીના ભાગપે રોસ્ટર રજીસ્ટર મુજબની વિગતો ઓનલાઈન ફીડ કરવા માટે તારીખ ૮ જુન ૨૦૨૩ ના ઠરાવ મુજબ અધ્યતન માહિતી તૈયાર કરવાની રહેશે.
તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ની સ્થિતિ ધ્યાને લઈને માહિતી ભરવાની રહેશે અને ફેબ્રુઆરી માસમાં સીધી ભરતીના નિવૃત્ત થતા કર્મચારીઓની જગ્યાને ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે. દિવ્યાંગના સીધી ભરતીના જે સંવર્ગેાની જગ્યાઓ માટે માંગણા પત્રક મોકલી આપવામાં આવેલ હોય તેવી જગ્યાઓને ભરેલી જગ્યાઓ તરીકે દર્શાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્રારા જે કેસોમાં જગ્યાઓ ખાલી રાખવા હત્પકમ કરેલ હોય એવી જગ્યાઓને ભરેલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે તેમ પણ આ પરિપત્રમાં જણાવાયું છે. અંતર જિલ્લા ફેર બદલીની તમામ બાબતમાં ગોપનીયતા જળવાઈ તે માટે પણ જિલ્લા વિકાસ અધિકારીઓને પંચાયત વિભાગના નાયબ સચિવ દ્રારા સૂચના આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech